________________
વ ભગવાન મહાવીરસ્વામીનું
દીવ્ય-જીવન જનમાનસ આનંદવિભેર હતું. દેવદેવીઓને તુમુલ હર્ષનાદ બધાના રોમાંચ ખડા કરવાનું કારણ બની ગયો હતે. બધાએ દીર્ઘતપસ્વી ભગવાનને ભાવ–વંદન કર્યા અને પ્રસન્નચિત્ત ભગવાને સામ્ય તથા સૌમ્યભાવથી જાણે બધાને મૌન આશીર્વાદ આપતાં કહ્યું કે
હે દેવાનુપ્રિયે! પાણી-દૂધ અને ફળાદિ વસ્તુઓ પ્રકૃતિની દેન છે અને શરાબ વિકૃતિની દેન છે, આકાશ–વાવડીનદી-કે સરોવરમાંથી પાણી અને ગાય આદિના સ્તનમાંથી દૂધનું ઉત્પાદન હોય છે, શરાબનું ઉત્પાદન થતું નથી માટે શરાબપાન સર્વથા ત્યાજ્ય છે.
રાજસત્તાધારીઓની સત્તામાં અને શ્રીમંતેની શ્રીમંતાઈમાં મહાભયંકર દુર્ગુણ હોય તે તે શરાબપાન છે, જેનાથી બીજા દુર્ણને આમંત્રણ મળે છે.
જે દેશના રાજનૈતિકે તથા કર્મચારીઓ શરાબપાન કરનારા હશે તે દેશ કેઈ કાળે પણ અથવા લાંબા કાળ સુધી સ્વતંત્ર રહી શકશે નહીં.
શ્રીમંતનું શરાબપાન દેશ-સમાજ-જાતિ-કુટુંબ તથા પિતાના વ્યક્તિત્વને ભયંકર નુકશાનકારક બનશે અને આધ્યાત્મિક્તા કેવળ જીભ ઉપર જ રમ્યા કરશે.
જ્યારે યુવાનોમાં અને યુવતીઓમાં પ્રવેશ કરેલા શરાબપાનથી યૌવનધન નાશ પામશે ફળસ્વરૂપે દુર્યોધન–રાવણShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com