________________
4 ભગવાન મહાવીર સ્વામીનું ° દીવ્ય-જીવન
સંસારના શ્રીમંતના આcરહદયને હલાવી દેવા માટે જ જાણે અભિગ્રહધારી ભગવાન પ્રતિદિન વસતિ( કૌશંબીનગરી)માં ભિક્ષા નિમિત્તે પધારે છે, પરન્ત કાંઈ પણ લીધા વિના વસતિ છેડીને વનમાં પાછા ફરી ધ્યાનસ્થ થઈ જાય છે.
આ ઉપવાસનું જે કેવળ એક જ નિમિત્ત હોત તે પારણા નિમિત્ત તપશ્ચર્યાની મર્યાદા પૂરી થયા સિવાય વસતિમાં આવવાનું એક પણ પ્રજન હતું નહિ, પરંતુ મહાપુરુષોનું જીવન સર્વથા અગમ્ય હોય છે. જગતકલ્યાણની કેટલીય ભાવનાઓ નસેનસમાં હોય છે. એથી શ્રીમંતે તથા સત્તા. ધારીઓના આંતરજીવનમાં કાંઈક ચિંતનની ચિનગારી પ્રદીપ્ત કરવાના હેતુથી રેજ વસતિમાં આવે છે, ફરે છે અને પાછા ચાલ્યા જાય છે. ચાર મહિના પૂરા થયા પછી પણ જ્યારે ભગવાને ભિક્ષા સ્વીકારી નહિ, ત્યારે ફરી બધાનાં દિલ દુઃખાદ્ર થવા લાગ્યાં, વિચારેની ધારાઓ બધાનાં મસ્તિષ્કમાં વહેવા લાગી કે ભગવાનને એ ક્યો અભિગ્રહ છે કે જેથી ભિક્ષાને માટે પ્રતિદિન આવે છે, તે પણ કાંઈ લેતા કેમ નથી? ક્યો અભિગ્રહ હશે? કે અભિગ્રહ હશે? ત્યારે જાણે દિલના દુઃખથી ભરેલી રાજરાણીઓ તથા શેઠાણીઓ આખેમાં પાણી લાવીને મોટેથી કહેતી હતી કે, “હે રાજાઓ! હે શ્રીમંતે! તમારા આ પ્રકારના અસહ્ય દુરાચાર, મદિરાપાન વગેરે પાપને કારણે જ દીર્ઘતપસ્વી ભગવાન આહાર લઈ રહ્યા નથી.”
પ્રતિદિન રાજા, મહારાજા, શેઠ, શાહુકાર એકત્ર થઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com