________________
ભગવાન મહાવીરસ્વામીનું ,
દીવ્ય-જીવન
© ૫૩
(૩) પ્રકુધ કાત્યાયન :
આ મહાપુરુષ પણ સારા પંડિત હતા અને ભગવાનના સમકાલીન હતા. આ પંડિતરાજના મસ્તિષ્કમાં પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, સુખ, દુઃખ અને જીવન એ સાતેય તો અકૃત, અનિમિત્ત, અબદ્ધ તથા કૂટસ્થ છે. અહીં કે મરનાર નથી, કેઈમારનાર નથી, કેઈ જાણકારનથી અને કોઈ સમજાવનાર નથી.
તથા તીક્ષણ શરુથી પણ કઈ કઈને જીવથી મારી શકતું નથી. આવું હતું આ કહેવાતા તીર્થંકરનું તર્ક-શાસ્ત્ર! (૪) સંજય વેલદ્ધિપુત્ર :
આ ભાગ્યશાળી, અજ્ઞાનવાદી તથા અનિશ્ચિતવાદી હતા. તેમનું એ મંતવ્ય હતું કે, આ સંસારમાં સર્વશ્રેષ્ઠ અજ્ઞાન જ છે; કારણ કે જ્યાં જ્ઞાન છે, ત્યાં વેર-વિરોધ તથા વાદ-વિવાદ છે. હિંસા, જૂઠ, ચેરી, મૈથુન, પરિગ્રહ-એ બધું જ્ઞાન તથા જ્ઞાનીઓની બક્ષીસ છે. આ જ્ઞાનના પરિણામ સ્વરુપે ધર્મ– શાસ્ત્ર, કિયા-કાંડ, બધાનાં જુદાં છે. કોઈને મેળ કેઈની સાથે ખાતે નથી. એક પંડિત બીજા પંડિતને, એક આચાર્ય બીજા આચાર્યને કટ્ટર દુશ્મન છે. | માટે અજ્ઞાનવાદ જ સર્વ શ્રેષ્ઠ છે.
(૫) મંખલી પુત્ર ગોશાલક :
આ પણ પોતાની જાતને તીર્થકર માનનારે ભાગ્યશાળી હતે. જન્મથી જ ખૂબ દરિદ્ર હતું, માટે મહાવીરસ્વામીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com