________________
ભગવાન મહાવીરસ્વામીનું
૪૪ ૭ દીવ્ય-જીવન
જેણે ક્ષમાધર્મની ચરમ સીમા પ્રાપ્ત કરી છે–એવા ભગવાન હજી પણ શાંત હતા, સૌમ્ય હતા અને પ્રસન્ન મુદ્રામાં ઊભા હતા. કોધી, વૈરી અને લડાયક જીવનું જ્યારે અંતિમ શસ્ત્ર પણ નિષ્ફળ બની જાય છે, ત્યારે સર્વથા લાચાર બને તે જીવ તે શત્રુની સામે એક જ દૃષ્ટિથી જોઈ રહે છે, ચંડકૌશિક સર્પરાજની પણ એ જ દશા થઈ. તે જ સમયે નિઃસહાપ્ય તથા વિચારધારાઓમાં ખોવાયેલા સર્પરાજને ભગવાને કહ્યું, “હે ચંડકૌશિક! કાંઈક તે સમજ! કઈક તે વિચાર ! આ બધું શા માટે ? આટલું ઝનૂન પણ કેમ? આખરે તે મરનારને કાંઈ નુકસાન થતું નથી, પરંતુ બીજાને મારનાર, ગાળ આપનાર, ક્રોધ કરનારને તે કેટલાંય ભ સુધી વગર મતે મરવું પડે છે અને તેની સંસારયાત્રા ભવપરંપરા લંબાય છે, ત્યાં પણ સર્વત્ર દુઃખ, દારિદ્રય, વિયેગ અને મારઝૂડ તેના ભાગ્યમાં રહે છે.”
માટે હે ચંડકૌશિક! જરા પિતાના અંતરાત્માને જ ઓળખી લે. એક દિવસ તું કે હતે? અને આજે કોણ છે? એક દિવસ જીવમાત્રને અભયદાન આપવાનું વ્રત ધારણ કરનાર તું ક્યાં ! અને આજે બધાને મારનાર તું ક્યાં!”
જાણે ભગવાનની આ દિવ્યદૃષ્ટિથી મહાહિંસક ચંડકૌશિક સર્પરાજની અંતર્દષ્ટિ ખુલી ગઈ, પછી તે તેણે ભગવાનનાં ચરણમાં મસ્તક ઝૂકાવી દીધું અને કરેલાં પાપોનું પ્રાયશ્ચિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com