________________
ભગવાન મહાવીર સ્વામીનું 1
દીવ્ય-જીવન © ૫ આત્માના અસલી સ્વરુપ “સમ્યગદર્શન રુપી આત્મ જ્યોતિ” પ્રાપ્ત કરી, જે જીવનનું ઉત્થાન છે, મેક્ષ તરફ આગળ વધવાનું મૌલિક કારણ છે.
આ જ નયસાર જે ભગવાન મહાવીરસ્વામીને આત્મા છે, તેણે પોતાના જીવનના છેલ્લા શ્વાસેચ્છવાસ સુધી ધાર્મિક ભાવનામાં પૂર્ણ મસ્ત બનીને, મનુષ્યનું આયુષ્ય પૂર્ણ થયે શરીરને ત્યાગ કરી દેવલોક પ્રાપ્ત કર્યો.
ત્રીજે ભવ
દેવકનું આયુષ્ય પૂરું કરીને ત્રીજા ભવમાં આ જ નયસારનો જીવ, ઋષભદેવ ભગવાન(જે આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થકર છે)ના પત્ર તથા પ્રથમ ચકવતી શ્રી ભરતરાજા(જેના નામથી આ દેશનું નામ “ભરત” પડયું છે)ના પુત્ર રુપે મરીચિ નામથી અવતરિત થયે.
ભેગ સામગ્રીના સાધનોની મર્યાદા રહિત વિપુલતા હેવા છતાં પણ પૂર્વભવનાં સમ્યગદર્શન તથા સમ્યગજ્ઞાનના સુસંસ્કાર અને સમ્યક્રચારિત્ર પ્રાપ્ત કરવાની અત્યુત્કટ ભાવના હોવાથી તેમણે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યા વિના જ પ્રથમ તીર્થકર શ્રી કષભદેવના ચરણોમાં મહાવ્રતધર્મ સ્વીકાર્યો, છતાં પણ કાયાની માયાએ અંગીકાર કરેલા ચારિત્રમાં સ્થિરતા આવવા ન દીધી અને શિષ્યના લેભે આત્મ-જોતિને પણ ટકવા ન દીધી, એથી ફરી પતિત અવસ્થા પ્રાપ્ત થઈ. આત્માને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com