________________
૩૭
શ્રદ્ધાથી અવકન કરીએ તે ઈતિહાસ અને પ્રાચીન શાસ્ત્રોમાં કથેલા પ્રમાણેના આંકડા સહેલાઈથી મેળવી શકાય તેમ છે.
અપૂર્વ અહિપૂર્વક અને રાજ સૈનિકેથી રક્ષણ કરાતો શ્રીચતુર્વિધસંધ શ્રી શત્રુંજયગિરિરાજ તરફ ચાલ્યા. રસ્તામાં આવતા દરેક ગામમાં સ્નાત્રપૂજા ભણાવતા, અને ત્યાં રહેલા મન્દિર ઉપર ધ્વજા ચડાવતા જૈનશાસનની પ્રભાવના કરતા અનુક્રમે તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની સમીપમાં સંઘ અમાપ ઉત્સાહભેર આવી પહોંચ્યો.
સકળસંઘને પરમપૂજનીય અને તરણતારણગિરિરાજનાં દર્શન થતાં જ પ્રફુલ્લિત વદને મહારાજા વિક્રમાદિત્યે સેના રૂપાના ફૂલડે ગિરિરાજને વધાવી ચિરકાળસંચિત અભિલાષા પૂર્ણ થયે યાચકને પુષ્કળ દાન આપી ચપલ લક્ષ્મીને સ૬ વ્યય કર્યો. સંઘના સુકામની ચેતરફ લશ્કરી છાવણીની જેમ વશાળ તંબુઓ અને રાવટીઓ નાખી હોવાથી, અને વચ્ચમાં રહેલા જિનમન્દિરના શિખર ઉપરથી ઉડતી દવાઓ જાણે દૂરથી મનુષ્યને દેવાધિદેવના દર્શન કરવા અથવા તે સંઘમાં આવવા આમન્ત્રણ આપતી ન હોય, એમ દેખાતી હતી. ક્રમે કરી શ્રીસંઘ પરમપાવન શ્રી શત્રુંજય ગિરિરાજની તળેટીમાં આવી મુકામ કર્યો. સુવર્ણમય પ્રભાતે ધન્યઘડી અને ધન્ય દિવસ માનતે પરમ ભકિત ભાવથી મહારાજા વિક્રમાદિત્ય ગિરિરાજ ઉપર ચઢીને શ્રી યુગાદી દેવ શ્રીકૃષભદેવ પ્રભુની અષ્ટપ્રકારી પૂજન તથા સ્નાત્ર પૂજા આદિથી જિનાલય ઉપર ધ્વજારોપણ કરીને પૂજ્ય ગુરૂદ્ભગવત્ત શ્રીસિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી મહારાજના શુભ હસ્ત કમળથી સંઘ-તીર્થમાળ પરિધાન કરી, જીવન સાફલ્ય માનતો અવન્તિપતિ વિકમા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com