SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ “રાષaઃ પર સંપત્ત, રહ્યાઃ વિપરિપુ ” અર્થાત સજન પુરૂષ બીજાઓને સુખી દેખી રાજી થાય છે. અને દુર્જન-મનુષે બીજાને દુઃખી દેખીને રાજી થાય છે.” અવધૂને મંત્રીશ્વરના વચને સાંભળી સાથે ભટ્ટમાત્રના કહેલ નિશ્ચાત્મક શબ્દો અને શિયાલે કરેલી ભવિષ્યવાણું સંભારી મનમાં નિશ્ચય કરી જવાબ આપે કે જે આ રાજ્ય મને આપો તે હું દુષ્ટ અગ્નિવેતાળ-રાક્ષસ ને શામ, દામ, દંડ અગર ભેદ એ નીતિના ચારે પ્રકારમાંથી કઈ પણ પ્રકારે વશ કરી અથવા તે નાશ કરીને ન્યાય નીતિ પૂર્વક પ્રજાનું રક્ષણ કરૂં” નીતિકારે કહ્યું છે. કે – दुष्टस्य दंडः स्वजनस्यपूजा, न्यायेन कोशस्य सदैव वृद्धिः। अपक्षपातो रिपुराष्ट्र रक्षा, पञ्चेव धर्माः कथिता नृपाणाम् ॥६॥ અર્થાત– ૧ દુષ્ટ મનુષ્યોને શિક્ષા. ૨ સ્વજનની પૂજા. ૩ ન્યાયપૂર્વક હંમેશા રાજભંડારની વૃદ્ધિ. ૪ પક્ષપાત રહિત એટલે કે સર્વ પ્રજાજન પ્રત્યે સમભાવ પૂર્વકનું વર્તન, ૫ શત્રુઓ વિગેરેથી રાજ્યનું રક્ષણ કરવું એ પાંચ પ્રકારના ધર્મો રાજાઓ માટે મુખ્ય કહેલા છે. અવધૂતની અપૂર્વનિશ્ચય પૂર્વકની વાણી સાંભળી. મહામન્ત્રી–અમાત્ય આશ્ચર્યચકિત થયે અને મનમાં આનંદ પામે, સામાન્ય કહેવત મુજબ ભાવતું હતું અને વૈદે બતાવ્યું” એ વાતને સ્વીકાર કરી અવધૂત સાથે કાંઇક અગત્યની વિચારણા કરી સવારમાં મલવાને સંકેત કરી અમાત્ય ગામણ ચાલે ગયે. આજે અમાત્યનું મુખ–દન કાંઈક વિકશીત થયેલ લાગતું હતું આંખોમાં પણ અનેરું તેજ ઝલતું હતું મનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034759
Book TitleAvantipati Maharaja Vikramaditya
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year1950
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy