________________
8 ૩૩
આત્માની ઉન્નતિના ઉપાયો નાક કપાશે.' બ્રાહ્મણને બીજે દાન મળે એમ હતું, પણ યુધિષ્ઠિર વિના બીજને યાચવા ઈચ્છતો નથી. ભીમસેને કહ્યું, “ભાઈ, અહિં ક્ષણવાર થંભ. શાંતિથી બેસ.” બ્રાહ્મણને વહાલથી બેસાડી ભીમસેનજીએ તે ડેલીમાં પડેલાં યુદ્ધનાં નગારાં ધડીમધીમ–ધડીમધીમ વગાડવા જ માંડ્યાં. જેરથી દીધે જ રાખ્યું. એ દેખાવથી હતાં યુદ્ધનાં નગારાં, પરંતુ તત્ત્વથી હતાં પરની પીડાથી પીડિત થવા સ્વરૂપ આત્માની ઉન્નતિનાં દુદુભિઃ અકાળે યુદ્ધ-નગારાના ગગડાટથી આખી નગરીમાં કોલાહલ મચ્યો. વફાદાર માનવીઓ શસ્ત્રથી સજજ થઈ ડેલીએ ટોળે વળ્યા. હણહણાટ કરતાં યુહરસિક અશ્વો ખીલા ઉખેડીને તથા વૈરીને મદ ઉતારવા તલસી રહેલા મદોન્મત્ત હાથીએ આલાન સ્તંભે ઉખેડીને પણ સિંહદ્વાર પાસે યુદ્ધની વાટ જોતા આવી ઉભા. સુભટોનાં શસ્ત્રા ખણખણાટ ગાજવા લાગ્યાં. ખુબી એ કે–આમ છતાં ધર્મરાજાના પેટનું પાણી પણ હલતું નથી ! એ કાંઈ ઝાપુરુષ છે? સિંહ જેવા પુરુષ શ્રેષ્ઠ છે. સિંહને ગોળી વાગી હોય, શરીરમાં આરપાર ઉતરી ગઈ હોય તે ય આખી ડેક ફેરવીને ન જુએ. ડોક વાંકી ક્ય વિના ટેટી આંખે જરાક પાછી નજર કરે. એને કહેવામાં આવે છે “સિંહાવકન.” તેમ જ આ અણધાર્યા ઉલ્કાપાતથી અ૫ય અકળાયા વિના ધર્મરાજાએ અર્જુનને શાંત હુકમ કર્યોઃ “ભાઈ! જે તે ખરે. આ અચાનક યુદ્ધનાં નગારાં કેમ વાંગ્યા ? શું આ કોલાહલ?' અને સહદેવને આજ્ઞા પડેચાડી. સહદેવે નિલને. નિલે આવીને ભીમસેનને પૂછ્યું: “ભાઈ! ધર્મરાજા પૂછાવે છે કે–આ શાનાં નગારાં વગાડો છો?' ભીમસેને ઉપેક્ષા કરી અને નગારાં ચાલુ રાખ્યાં! નકુલ ના ભાઈ ભીમસેનને શું કહે? સહદેવને બની બીના જણાવી. સહદેવ આવ્યા. ભીમસેને તેને ય ન સાંભળ્યા. સહદેવે જઈને અર્જુનને આ વાત કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com