SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માની ઉન્નતિના ઉપાયો ભગવાને કલ્પના ધરી કે–ચાર પ્રકારને ધર્મ કહેવા માટે જાણે ભગવાન ચાર રૂપે થયા ન હોય એમ માનું છું. અહિં “મને? ક્રિયાપદ વાપરેલ છે. એથી પ્રભુ ચાર રૂપે નથી થયા, પરંતુ ઉàક્ષાલંકારથી એમ કહે છે. “ચંદ્રમુખી બાળા' તેથી તેનું મુખ ચંદ્ર સદશ હેતું નથી. તાત્પર્ય કે-પ્રભુએ એક સાથે ચારે ય ધર્મ કહેવા જાણે ચાર રૂપ ન કર્યા હોય ! એ કાલ્પનિક અલંકાર છે, મૂર્તિને ન માનનારા ભાઈઓ પણ સમવસરણમાં પ્રભુનાં ચાર રૂ૫ તે માને જ છે ! મૂલ રૂ૫ તે એક જ છે, બાકીનાં તે કૃત્રિમ રૂપે છે, છતાં અતિશય એવે કે-દરેક દિશામાં બેઠેલાઓ એને જ મૂલરૂપ માને. ધર્મ ચાર પ્રકારને કહ્યો છે, તેથી તે પરસ્પર ભિન્ન જ છે એમ નથી. ભાવના વિના દાન, શીયલ, તપનું મૂલ્ય શું ? તેમ દરેકમાં સમજવું, પ્રમાણમાં ન્યૂનાધિક્ય હેય. દાનધર્મ પહેલે શાથી? આમ છતાં ચાર પ્રકારના આ ધર્મમાં દાનધર્મને પહેલે નંબર કેમ આપ્યો? આ ચાર પ્રકારને ધર્મ માનવી કરી શકે તેમ છે. આ ધર્મ વગરને માનવી આત્માની ઉન્નતિ તે કરી શક્તિ જ નથી. પરંતુ આપણે જોઈ ગયા તેમ માનવ ન રહેતાં રાક્ષસ બની જઈ નીચામાં નીચી ગતિએ ચાલ્યો જાય છે. માનવી સાતમી નરક સુધી જાય છે. તિર્યએ તો અકામ નિર્જરાદિથી ઉંચા આવે છે. દેવતાની વધારે સંખ્યા તિર્થ પૂરે છે. સર્વતઃ પરાધીન એવા તિર્યચેને તે સહન જ કરવાનું છે ને? “કાઈ કાપે, કઈ મારે, કઈ તાડના કરે, પાણી પાનાર કાઈક નીકળે આખલે જેને કહેવાય તે ય નાના છોકરાના સાંઠીકડાથી ભાગવા માંડે.' એને કયાં વળતર વાળવું છે? સ્વાધીન માત્ર માનવી. એ માનવી જે ધર્મ અંકુશને રવીકાર ન કરે તો પરાધીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034758
Book TitleAtmani Unnatina Upayo
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Sudhakar
Publication Year1947
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy