________________
આત્માની ઉન્નતિના ઉપાય તે ઇન્દ્રજાળીઓ છે.” એમ કહેનાર પણ આવીને ગણધર બને તે શાથી? અપૂર્વ દશ્ય જોવાથી ને? વાતચિત તે પછી કરી છે પણ જોતાં જ “આ શિવ કે બ્રહ્મા' વિગેરે તર્ક થયા. પછી થયું કે-“ઓળખ્યા ! ઓળખ્યા !આ તે અહન ' આ શાથી થયું ? કેવલી પણ તીથકેવળી તથા અતીર્થકેવળી એમ બે ભેદે છે. તેમાં અતીર્થ કેવળી જેમાં તે ધર્મ ફેલાવી ન શકે. અતીર્થ કેવળી કાં તે પ્રથમ તીર્થ સ્થપાયા પહેલાં હોય અગર (શ્રી સુવિધિનાથથી તીર્થવિચ્છેદ ગયેલું તેવા) તીર્થવિચ્છેદ સમયે અહિં મુનિધર્મ પ્રચલિત છે તે મુનિ પણ અહિં ઉપકાર કરી શકે છે. લંડન જાય તે મુનિને સાંભળે કોણ? ત્યાં ધર્મ કને જોઈએ છે? ત્યાં તે ઢીંગલાની વાતે જોઈએ છે. એ મુનિને સાંભળે ? એ તો મુનિને પૂછે, “વાંદરાની રસીને પ્રયોગ તે કરી જોયો પણ હવે બીજી કોની રસી શોધવી?” ત્યાં મુનિ શું કરે ! અતીર્થ કેવળી પણ આ ન્યાયે ઉપકાર ન કરી શકે, કારણકેતીર્થ ન પ્રવર્તતું હોય ત્યારે વિચરતા તેઓને સાંભળનાર કોઈ ભાગ્યે જ મળે. મુનિને મુનિ માને તેને મુનિ પણ ધર્મ કહે. પણ મુનિને છપ્પન લાખ બાવામાંના ગણે તેને મુનિ શું કરે? એ તો મુનિને કહે, “તમે તે માગી ખાઓ છો! તમારાથી ખેડુત સારે ખેડુત! ખેતી કરે, પકવે ને ખાય!” ત્યાં મુનિએ ચૂપ જ થવાનું ને? એવા પ્રાણીના આત્માની ઉન્નતિ કેવી રીતે કરી શકાય?
પ્રશ્ન:-તીર્થ ન હોય ત્યારે કેવળી થાય તે શાના યોગે?
પૂર્વની આરાધનાના ગે. સ્વયંભૂરમણ સમુદ્રમાં મત્સ્ય, શ્રી જિનમૂર્તિના આકારનું માલું જોઈને જાતિસ્મરણ પામી ધર્મ પામે છે. ત્યાં તેને કેણે ઉપદેશ આપે? કહે કે પૂર્વને વેગ ત્યાં કામ કરે છે. વાવામિએ ઘોડીઆમાં સાંભળ્યું, “ધનગિરિ અત્યારે હેત તે મહત્સવ કરત” આ સાંભળીને એ બાલકરૂપે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com