________________
જ. જે કાળે તેને તેરમાં મુખ્ય શિલાલેખ કરાયો તે કાળને ઉદેશીને તેણે તેમ કરેલું છે. કલિંગની લડાઈનાં ભયાનક પરિણામોથી તે પોતે ગંભીર બન્યો અને પશ્ચાત્તાપ કરવા લાગ્યો તેમ જ બૌદ્ધપંથન અનુયાયી બને, એવું ઉક્ત શિલાલેખમાં તેણે કહ્યું નથી; પણ તે કાળના પહેલાંથી જ તે પિતે બૌદ્ધપંથી હતા તેથી કરીને કલિંગની લડાઈની બાબતમાં તેને પિતાને શરમ લાગતી હતી, અને જે કાળે ઉક્ત શિલાલેખ કોતરવામાં આવેલ તે કાળે તેને ધર્મની બાબતમાં તીવ્ર ઈચ્છા થઈ હતી, એમ જ તે પિતાના ઉક્ત શિલાલેખમાં સ્પષ્ટ રીતે કહે છે. કલિંગદેશની છત અને બૌદ્ધપંથને સ્વીકાર તેના પિોતાના રાજકાળના આઠમા વર્ષમાં થયાં, એ વાત તે ખરી; પણ અશોકે બૌદ્ધપંથને સ્વીકાર કર્યો તેના કારણ તરીકે કલિંગદેશની જીતને ન ગણાવી શકાય. અશોકે કલિંગની લડાઈના પરિણામમાં જ બૌદ્ધપંથનો સ્વીકાર કરેલો, એમ ઘડીભર આપણે માની લઈએ તે પછી, (તેરમા મુખ્ય શિલાલેખમાં કહ્યું છે તેમ) કલિંગદેશ છતાયો અને અશોક પિતે બૌદ્ધ થી બને ત્યારપછી તુરત જ તે તીવ્રતાથી (ઝનુનથી) ધર્મ પાલન અને ધર્મોપદેશ કરી રહ્યો હતો. એમ પણ આપણે માની લેવું પડે. પરંતુ અશકે પોતાના પહેલા ગૌણ શિલાલેખમાં જે કહ્યું છે તેની સાથે આને મેળ મળતો નથી. તેમાં તે પોતે જ કહે છે કે, પહેલાં અઢી વર્ષ સુધી તે તે માત્ર ઉપાસક હતો, અને તે વખતે તે ધર્મઝનુની ન હતો.
આપણે જોઈ ગયા તેમ, અશોક પિતે કહે છે કે, અઢી વર્ષના કરતાં વધારે વખત સુધી તે પોતે માત્ર ઉપાસક હતો, અને ત્યાર પછીથી તે સંધમાં જોડાયેલા અને તેની સાથે એક વર્ષના કરતાં વધારે વખત લગી રહેલો. “સંધમાં જોડાયો અને તેની સાથે રહ્યો એમ કહેવામાં અશોકનો શો હેતુ રહેલ હશે? વિદ્વાનેને આ કૂટપ્રશ્ન થઈ પડે છે. સેના સાહેબ એવું માને છે કે, સિંહલદીપના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com