________________
૭ર
જોવામાં આવે છે. ફલીટ સાહેબે “સં ' શબ્દ વાંચ્યું છે તે તો અયોગ્ય જ છે, એમ શ્રીયુત દે. રા. ભાંડારકર કહે છે. આમ અશોકને ઉક્ત આઠમે મુખ્ય શિલાલેખ એવું સાબીત કરી આપે છે કે, પોતાના રાજકાળના દસમા વર્ષમાં પણ અશોક બૌદ્ધપંથી હતો. આ અભિપ્રાય શ્રીયુત દે. રા. ભાંડારકરને છે.
એનાથી પણ નિદાન બે વર્ષના પહેલાં અશેકે બૌદ્ધપંથ વીકાર્યો હતો, એને પૂરા પણ મળી આવે છે? એમ શ્રીયુત દે. રા. ભાંડારકર કહે છે. જુદાં જુદાં છ સ્થળેથી જેની નકલ મળી આવેલી છે એવા પહેલા ગણ શિલાલેખમાંથી ઉક્ત પુરાવો મળી આવે છે. એ લેખની શરૂઆતના ભાગમાં અશોક કહે છે કે, “અઢીના કરતાં વધારે વર્ષ સુધી હું ઉપાસક હત; પણ મેં ખૂબ પરાક્રમ કરેલું નહિ. એક વરસ-ખરેખર, એક વરસના કરતાં વધારે વરસ–થી હું સંઘની સાથે રહ્યો છું અને મેં પરાક્રમ કરેલું છે.” આને અર્થ એ થયો કે, ઉક્ત શિલાલેખ કોતરાયો તેની પહેલાંનાં પોણાચાર વર્ષથી તે પોતે પડ્યો હતો. વળી, ઉક્ત લેખમાં ધર્મઝનુની અશોકનું કાર્ય એવા શબ્દોથી વર્ણવ્યું છે કે, તેથી કરીને આપણને તેને ચોથે મુખ્ય શિલાલેખ એકદમ યાદ આવી જાય છે. એ બન્ને લેખને જરાક સરખાવી જોતાં આપણી ખાત્રી થાય છે કે, એ બને લેખમાં ધર્મોપદેશક તરીકેનાં પિતાનાં કામને જ ઉલ્લેખ અશોકે કરેલો છે. અને મુખ્ય શિલાલેખ તેના રાજકાળના બારમા વર્ષમાં કેતરાએલ, એટલું તે આપણે જાણીએ છીએ. આથી કરીને આપણે એમ કહી શકીએ છીએ કે, પિતાના રાજકાળના બારમા વર્ષના પહેલાં આશરે પોણાચાર વર્ષના અગાઉ– એટલે કે, પિતાના રાજકાળના આઠમા વર્ષમાં- અશકે ઠપંથનો સ્વીકાર કર્યો હો જોઈએ. અશોકના જીવનના એ કાળના મુખ્ય બનાવોની ટૂંકી નેંધ આમ આપી શકાય:- પિતાના રાજકાળના આઠમા વર્ષમાં
અશોક બ્રહ્મપંથી બન્યો. લગભગ અઢી વર્ષ સુધી તે માત્ર ઉપાસક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com