________________
અશેકે બૌદ્ધપંથને સ્વીકાર્યો, અને તે ધર્મોપદેશ કરવા લાગે. એ લડાઈને યાદ કરતાં જ તેને અતિશય પશ્ચાત્તાપ થતો હતો. તે પોતે કહે છે તેમ, ન છતાએલા પ્રદેશને જીતવામાં આવે છે તે પ્રસંગે લેકે ઘાયલ થાય છે તથા મરે છે તેમ જ કેદી તરીકે પકડાય છે પણ ખરા. અલબત્ત, આ બધું દુઃખદાયક છે. પરંતુ એનાથી વધારે શોકકારક તો એ છે કે, જેઓ મરે છે કે હણાય છે કે કેદી તરીકે પકડાય છે તે પૈકીના અનેક લેકે ધર્મપરાયણ હોય, એ સંભવિત છે; અને તેમના મિત્ર તથા ઓળખીતા લેકે અને તેમનાં સંગાસંબંધીઓ પોતે સહીસલામત હોવાથી અને તેમને અતિશય ચાહતાં હોવાથી એ સૌને પણ આવી સ્થિતિમાં દુઃખ થવાનો સંભવ રહે છે. “બધા લેકાના ભાગે આવું આવે છે, અને દેવોને લાડકાએ તેને શેકકારક ગયું છે.” આ શિલાલેખની ભાષામાં અશોકની પિતાની ઊંડી લાગણું દેખા દઈ રહી છે; અને અતિ જૂની એ શિલાઓ પશ્ચાત્તાપ કરનારા આત્માનાં દુઃખ આજે પણ પોકારી રહી છે. આ પશ્ચાત્તાપ હૃદયસ્પર્શી હતો, એમાં તો કાંઈ જ શક નથી. આ શિલાલેખ કતરાએલો ત્યારે કલિંગ દેશમાં અશે કે ધર્મનું પાલન તથા ધર્મેચ્છકપણું અને ધર્મ સૂચના શરૂ કરી દીધાં હતાં. કોઈ દેશને નવેસર તાબે કરવામાં આવ્યો હોય અને તે અસ્વસ્થ સ્થિતિમાં હોય ત્યારે ત્યાં રાજ્યવ્યવસ્થા બરાબર સંભાળવાનું અને સુલેહ જાળવવાનું કામ જે અધિકારીઓને સોંપવામાં આવ્યું હોય તેઓ ન્યાયની અને દયાની હદને ઓળંગી જાય, એ ભય રહે છે. અશોકના અમલદારેએ પણ આવી જાતનું ઉલ્લંઘન કરેલું, એવું જણાય છે; અને અશોકના એક શિલાલેખમાં જણાવ્યું છે તેમ, અશકે તેમને ખૂબ ઠપકે આપેલ. વળી, ભવિષ્યમાં આવા પ્રકારનું ઉલ્લંઘન ન થવા પામે, એ હેતુથી અશોકે કેવી જાતનાં પગલાં લીધેલાં : એ પણ તેના એક શિલાલેખમાં જણાવેલું છે. કલિંગની આ લડાઈના અમાનુષીપણાથી અને અન્યાયીપણુથી અશોકનું મન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com