________________
ખેલે કરાવવાનું તેણે બેશક રાખ્યું હશે. આવાં દૃશ્યોની ઓળખાણ પછીથી કોઈક પ્રકરણમાં આપણે કરી લેશું. . રાજનીતિના વિચારથી એ જ દિશામાં બીજું એક પગલું ભરવાનું અશોકને સૂઝયું હોય, એમ લાગે છે. એ જ શિલાલેખમાં તે કહે છે કે, અગાઉ દરબારી રસોડામાં દરરોજ ઘણાંક–સેંકડો ને હજારે પ્રાણીઓને વધ થતું હતું. મહાભારત” ના વનપર્વમાં વર્ણવેલા આવા પ્રકારના પ્રસંગને આ પ્રસંગ બહુ જ મળતો આવે છે. વનપર્વમાં કહ્યું છે કે, રંતિદેવ રાજાના રસોડામાં દરરોજ બે હજાર હેરેનો અને બે હજાર ગાયને વધ કરવામાં આવતો હતો, અને પ્રજાને મફત માંસ પૂરું પાડીને તેણે અદ્વિતીય ખ્યાતિ મેળવી હતી. આપણા દેશનાં કેટલાંક દેશી રાજ્યોમાં આજે પણ સદાકાત માંડવને રિવાજ છે. રંતિદેવની માફક અશકે પણ કપ્રિય થવાના હેતુથી પિતાની પ્રજાને મફત માસ પૂરું પાડવાની પ્રથા પાડી હશે, એમ લાગે છે. પરંતુ તેને આત્મા જાગૃત થયો અને તેણે ધર્મોપદેશ કરવા માંડયો ત્યારથી તેણે આ ભયંકર જીવહિંસા એકદમ બંધ કરી દીધી હતી. .
અશેકે બૌદ્ધપથને સ્વીકાર્યો ત્યાં સુધી સામાન્ય વ્યક્તિ તરીકે તે કેવા પ્રકારને હતા, એ ઉપર આપણે જોઈ ગયા. આ બધી માહિતી સ્પષ્ટ અને સંપૂર્ણ તે નથી જ. તેમ છતાં પણ એ બધી માહિતી માત્ર દંતકથા નથી, પણ વિશ્વાસપાત્ર હકીકત છે. તેનું કુટુંબ કેવા પ્રકારનું હતું ? તેના પિતાને શેખ કેવા પ્રકારને હતો? તેને શું શું ભાવતું અને ગમતું હતું? રાજા તરીકેના કામમાંથી પરવારીને તે કેવા પ્રકારના વિહારને ઉપભોગ કરતે હતો? એ બધું આપણે જાણું શકીએ છીએ. વળી, રાજા તરીકે તેણે ક્યાં બીરુદ રાખ્યાં હતાં ? રાજા તરીકેની પોતાની કારકીર્દિ કેવી રીતે તેણે શરૂ કરી ? લેકેને આનંદ આપીને પોતાના કરી લેવાની બાબતમાં કેવાં પગલાં તેણે ભર્યા ? એ બધું આપણે જાણી શકીએ છીએ. કેદીઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com