SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧. બોલવું જોઈએ.” આ ધર્મગુણો આચરવા જોઈએ. તેવી જ રીતે શિષ્ય ગુરુને માન આપવું જોઈએ; અને જાતીલાની સાથે(વ્યક્તિએ) યોગ્ય રીતે વર્તન રાખવું જોઈએ. (માનવ મનની) આ પ્રકૃતિ પુરાણી છે; અને તે ચિરસ્થાયી છે. તેથી કરીને તેમ કરવું જોઈએ. લિપિકાર પદે લખ્યું. ટીકા ૧. જુઓ પૃ. ૧૫૯. [૨] વૈરાનો બીજો (ભાબ્રાનો) શિલાલેખ ભાષાંતર મગધને રાજા પ્રિયદર્શી સંઘને અભિનંદન કહેવડાવે છે અને . આરોગ્ય તથા સગવડવાળું જીવન ઈચ્છે છે. ભદત ! બુદ્ધને માટે તથા ધર્મને માટે અને સંધને માટે મને કેટલું બધું માન અને (કેટલે બધે) આનંદ છે, એ તમે જાણો છો. ભદો! ભગવાન બુકે જે કાંઈ ભાખ્યું છે તે સઘળું સારું જ ભાખેલું છે, પણ ભદત ! સદ્દધર્મ આમ ચિરસ્થાયી થાય તેટલા માટે જે કાંઈ મારા પિતાના તરફથી મારે કહેવું જોઈએ તે કહેવાનું હું યોગ્ય ધારું છું. ભદતિ! આ ધર્મ સૂત્રે છે –(૧) વિનય-સમુવારે (૨) દિયથાનિક (3) અનાગત-અથાનિક ) મુનિ-ગાથા; (૯) - કુત્તે (૬) ૩પતિ-પત્તિન; અને (૭) “અસત્ય'ના સંબંધમાં બુદ્ધ ભગવાને રાહુલને કરેલો બોધ. ભદત ! ભિક્ષુકો અને ભિક્ષુકીઓ પૈકીનાં ઘણુંખરાં આ ધર્મસૂત્રને હંમેશાં સાંભળે તથા વિચારે, એમ હું ઇચ્છું છું. તે જ પ્રમાણે ઉપાસાએ અને ઉપાસિકાઓએ (એમ જ કરવું જોઈએ). ભદતો ! આ જ કારણે હું આ કેતરાવું છું (કે.) તેઓ મારી ઈચ્છા જાણે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy