________________
૨૮૩
મેળવાય છે તે સર્વત્ર પ્રીતિરસથી ભરેલ વિજય છે. એ પ્રીતિ ધર્મવિજયથી મેળવાય છે. પરંતુ એ પ્રીતિ નજીવી છે. જે પરલેકને લગતું છે તેને જ દેને લાડકાએ મોટું ફળ આપનારું માન્યું છે. આથી આ હેતુથી આ ધર્મલિપિ લખાવી છે કે, મારા પુત્ર અને પિત્રો—ગમે તે હોય તે પણ નવીન વિજય મેળવવા ગ્ય માનીને તેને વિચાર ન કરે, અને બાણુના છે (ઉપયોગ)થી જ મેળવી શકાતા વિજયના સંબંધમાં તેઓ સહનશીલતા અને હલકે દંડ રાખે, અને જે ધર્મવિજય છે તેને જ (ખરે) વિજય તેઓ ગણે. આ લેકને માટે તથા પરલોકને માટે તે (સારું) છે. (તેમની) બધી ગાઢ પ્રીતિ. પરાક્રમની પ્રીતિ નીવડે. આ લેકને માટે અને પરલેકને માટે તે (સારું) છે.
ટીકા ૧. ‘અધુના' (હવે) શબ્દથી અને નીચે ચોથી ટીકામાં ઉલ્લેખેલા મંા” ( આજે ) શબ્દથી એમ સ્પષ્ટ થાય છે કે, કલિંગમાંનું અશોકનું તીવ્ર ધર્મપાલન જે સમયે આ શિલાલેખ લખાયા હતા તે સમયને ઉદેશાને છે.
૨. “સંવિધા” નો અર્થ “ જીવનક્રમ” અથવા “જીવન જીવવાનાં. સાધન’ થાય છે (“રઘુવંશ,” ૧, ૯૪). આથી કરીને “રવિહિત ને અર્થ “કાઈ પણ જીવનક્રમમાં સ્થિર થએલા ” લઈ શકાય.
૩. “જોન” શબ્દ યવનલકાને ઉદ્દેશીને વપરાએલો છે; અને તેથી જે મુલકામાં તેઓ વસતા તે મુલકોને આ લેખમાં પાછળથી ઉલ્લેખેલા ચવનરાજને મુલાથી જૂદા ગણવા જોઈએ. યોન-પ્રાંતને સમાવેશ અશેકના સામ્રાજ્યમાં થતો હતો, એમ અશોકના પાંચમા મુખ્ય શિલાલેખની ઉપરથી સમજી શક્રાય છે.
૪. ‘મા’ શબ્દથી ઉપરની પહેલી ટીકામાંના નિર્ણયને પુષ્ટિ મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com