________________
જેમ અભ્યાસ કરતા જશું તેમ તેમ આપણને જણાતું જશે કે, અશોકની રાજ્યવ્યવસ્થાની તથા તેની ધર્મભાવનાની અને ધર્મપ્રચારક તરીકેની તેની પ્રવૃત્તિઓની તેમ જ એવા અનેક વિષયની બાબતમાં તેનાં શાસન પુષ્કળ માહિતી આપણને પૂરી પાડે છે. અશોકની બાબતમાં વધારેમાં વધારે જ્ઞાન આપી શકે તેમ જ ઐતિહાસિક દષ્ટિએ સ્વીકારી શકાય તેવી માહિતી મેળવવી હોય તે તો એ શાસનની તપાસ સંભાળપૂર્વક કરી હોય તે પણ બસ છે.
પિચર' (એટલે કે, શનિ ) તરીકે પોતાની જાતને ઓળખાવનાર રાજાનાં એ શાસને છે, એ વાત એ શાસનનો અભ્યાસી સારી રીતે જાણે છે. આજથી આશરે પણ વર્ષના પહેલાં જેઈમ્સ પ્રિન્સેપ નામક અંગ્રેજ વિદ્વાને એ લેખોને ઉકેલવાને પ્રથમ પ્રયત્ન કર્યો હતા. બ્રાહ્મી લિપિને ભેદ ઉકેલવાનું માન એ અંગ્રેજ વિદ્વાનને જ ઘટે છે. એ લેખોને ઉકેલવા જતાં પ્રિન્સેપ સાહેબને “બિચર્જિન' શબ્દથી ભારે ગૂંચવાડો ઉત્પન્ન થયો. એ “
જિન' કોણ હશે? તે કયા વંશનો હશે? તે ક્યા સૈકામાં થઇ ગયો હશે ? એ બધી બાબતોની માહિતી પ્રિન્સેપ સાહેબને ન હતી. પરંતુ સિંહલદ્વીપ (સીલન)માં સરકારી નોકરી કરતા-અને પાલિ ભાષાના - અચ્છા અભ્યાસી-ટર્નર સાહેબે ત્યારપછી તુરત જ સાબીત કર્યું કે, વિચનિ ' અને “અશોક’ એક જ વ્યક્તિ હોવી જોઈએ. તેમણે એમ બતાવી આપ્યું કે, મૈર્યવંશના સ્થાપક ચંદ્રગુપ્તના પિત્ર અશોકનું જ બીજું નામ “પિચરિત્ર” અથવા “ચિરસન” છે, એમ સિંહલદ્વીપના “દીપવંશ” નામક ઇતિહાસસંગ્રહમાં કહ્યું છે. ટર્નર સાહેબના કથનની બાબતમાં હજુ સુધી તે કોઈએ શંકા ઉઠાવી નથી. વળી હાલના નિઝામ સરકારના શોલાપુર પ્રાંતમાંના “મશ્કિ' ગામમાંથી અશોકના બે ગણુ શિલાલેખો પૈકીના પહેલા શિલાલેખની છઠ્ઠી નકલ છ વર્ષના પહેલાં મળી આવી ત્યારે ટર્નર સાહેબની કથનને પૂરેપૂરી પુષ્ટિ મળી ગઈ; કારણ કે, એ શિલાલેખની પહેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com