________________
ર૧૭
તરીકે સ્વીકારાઈ છે.' મૂળે તો પ્રાકૃતભાષા કઈ સ્થાનિક બોલી હશે. કેટલાક લેકે માને છે તેમ, તે ઊભી કરેલી બનાવટી ભાષા ન હતી. ઘણુંકરીને તે પાછળથી “મહારાષ્ટ્રી' કહેવાતી પ્રાકૃતભાષાની માતા હતી. આખા હિંદુસ્તાનને માટે એકભાષા તરીકે તે સ્થપાઈ ત્યારે સામાજિક અને ધાર્મિક લખાણો તેમ જ ધાર્મિક પુસ્તકે પણ પાલિભાષામાં લખાવા લાગ્યાં. મૂળે તો બૌદ્ધ ધર્મગ્રંથ માગધી ભાષામાં લખાયા હશે; પણ આ નવીન એકભાષા ઊભી થઈ ત્યારે હિંદુસ્તાનના એક છેડાથી બીજા છેડા સુધીના લેકે એ ગ્રંથો વાંચીને સમજી શકે તેટલા માટે પાલિભાષામાં તેમનાં ભાષાંતર કરાવવામાં આવ્યાં. સરકારી લખાણો અને ધર્મદાનની ને પણ એ ભાષામાં લખાવા લાગ્યાં. બૌદ્ધપંથનો પ્રચાર કરવાના હેતુથી અશેકે કરેલા લગભગ દૈવી પરાક્રમના આડકતરા પરિણામ તરીકે હિંદુસ્તાનને મળેલ આ લાભ અલબત્ત મોટો હતો. અશોકની એ પ્રવૃત્તિનું બીજું પરિણામ એ આવ્યું કે, હિંદુસ્તાનની કળાને ખૂબ ઉત્તેજન મળ્યું. તેના પિતાના સમય સુધીના સ્થાપત્યમાં માત્ર લાકડાને ઉપયોગ થતો; પણ તેણે જ પથ્થરને ઉપયોગ કરવાની શરૂઆત કરી. કડિયાની કળા અને તેને ઉપયોગ તે લાંબા સમયથી હયાતી ધરાવતાં આવ્યાં હતાં. પિતાની ધર્મલિપિઓને ચિરસ્થાયી બનાવવાનો વિચાર પ્રથમ તેને થઈ આવ્યો ત્યારે પિતાને હેતુ બર લાવવાના કામે કડિયાની કળાનો ઉપયોગ કરી લેવાનો ઠરાવ તેણે કર્યો. તેના પરિણામમાં એક જ પથ્થરના બનેલા જંગી થાંભલાઓ ઊભા થયા તથા મોટી શિલાઓના ઉપર લેખો લખાયા અને પથ્થરમાંથી મોટાં મોટાં મંદિરો છેતરાયાં. એ મંદિરે મોટાને મેટા કદનાં થતાં ગયાં એટલું જ નહિ, પણ તે વધારે ને વધારે કળામય બનતાં ગયાં; અને તેના પરિણામમાં હિંદુસ્તાનમાં એટલાં બધાં
૧. જુઓ પૃ. ૧૫ અને આગળ. ૨. જુઓ પૃ. ૯૩ અને આગળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com