________________
૨૧૩
કહી શકાય તેમ છે. ઈતિહાસકારો કહે છે કે, સીઝર કેટલાક અંશે દૃષ્ટા હતા. સમસ્ત દુનિયાની દૃષ્ટિએ તેણે સ્થાપેલાં કેટલાંક નીતિતાને ઉલ્લેખ તેઓ કરે છે. પણ તે આપણને કેવો જણાય છે ? તે આપણને માત્ર રંડીબાજ અને ખર્ચાળ જ જણાય છે. જે દૃષ્ટાપણું તેનામાં હોવાનું કહેવામાં આવે છે તે દૃષ્ટાપણું તેનામાં ખરેખર હોત તો જે વખતે તે પોતે સત્તાના શિખરે પહોંચેલે હતા તે વખતે તે દુનિયાનું ભલું કરી શક્યો હેત; પણ તેમ ન કરતાં ચોપન વર્ષની ઉમ્મરે તે મીસરમાં પેલી સાઇન કિલઓપેટ્રાની સાથે એક વર્ષ સુધી મેજમજા માણવામાં મશગૂલ રહ્યો હતો, એમ આપણે જોઈએ છીએ. તે મોટી ઉમ્મરે પૂરેપૂરે રંડીબાજ હતો, એમ એ વાત સાબીત કરે છે. તે પોતાની પ્રજાને સર્વોપરિ રાજા એશી સાબીત થતો નથી. નેપોલિયનના સંબંધમાં વેલ્સ સાહેબ આમ કહે છે-“જૂની રૂઢિપ્રણાલિકા ગત થઈ હતી અથવા થતી જતી હતી. પિતાનું રૂપ અને પિતાને માર્ગ બળતાં વિચિત્ર નવીન બળ દુનિયામાં ધપી રહ્યાં હતાં. પ્રવૃત્ત થએલા અસંખ્ય લોકોના મગજમાં સૃષ્ટિની પ્રજાસત્તાના વચનના અને સૃષ્ટિની ચિરસ્થાયી શાંતિના પડઘા પડી રહ્યા હતા. આ પુરુષમાં સબળ દૃષ્ટાપણું હોત અને સક્રિય કલ્પનાશક્તિ હેત તેમ જ નિઃસ્વાથી મહાકાંક્ષાથી જ તે દેરા હેત તો ઈતિહાસના ખુદ સૂર્ય તરીકે તેને દીપાવે એવું કામ મનુષ્યજાતિને માટે તેણે કર્યું હત...પણ તેનામાં મોટી ખોડ એ હતી કે, ઉમદા કલ્પનાશક્તિ તેનામાં ન હતી. નાની ઢગલીના ઉપર નાને કૂકડે નાચે તેમ ક૯પનાશક્તિના અભાવે તકના મોટા ટેકરાની ટોચે નેપોલિયન માત્ર ડગલાં ભરી શકો. નેપોલિયને પિતાના દેશનું પુષ્કળ ભલું કર્યું હશે; પણ મનુષ્યજાતિની પ્રત્યેના તેના અણુની બાબતમાં તે મીંડું જ વળ્યું છે. વેલ્સ સાહેબે નેપોલિયનને જે કયાસ કાઢયો છે તે છેક કાઢી નાખવાને યોગ્ય નથી.
૧. “આઉટલાઈન ઑફ હિસ્ટરી” (ઈતિહાસની રૂપરેખા, પૃ. ૪૯૦: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com