________________
૨૧૧
વાકેફ હતા તેમ જ ધર્મતત્ત્વના કામે પિતાની સાર્વભૌમ સત્તાને ભયમાં નાખવાને કોઈ પણ રીતે તૈયાર ન હતો.” ધર્મની બાબતમાં નવી નવી પ્રણાલિકાઓ તે પિતે દાખલ કરો તેથી મુસલમાનોમાં હુલ્લડે થતાં તે ત્યારેત્યારે સર્વ ધર્મચર્ચાને તે બંધ કરી દે. તેના પિતાના ધર્મભ્રષ્ટ લેકે બંગાળામાં હુલ્લડ મચાવી રહ્યા હતા ત્યારે ખ્રિસ્તી ધર્મોપદેશકોના ઉપદેશને સાંભળવાને તે તૈયાર ન હતો. વળી, સર્વ પ્રસંગે તે સહનશીલ ન હતો. ઈલાહી નામક પંથ ઊભો થયો તે વખતે અકબરે તે પંથના લેકેને પકડાવ્યા હતા અને દેશપાર કરીને સિંધમાં તથા અફઘાનિસ્તાનમાં મોકલી આપ્યા હતા અને ત્યાં ઘોડાના બદલામાં તેમને વેચ્યા હતા. અકબરની ધર્મપર્યેષણ મોટા ભાગે શાળાના અભ્યાસને મળતી આવતી હતી. તેણે પિતાને “દીન ઇલાહી' જાહેર કર્યો ત્યારે તેની અંદર પિતાની કીર્તિ વધારવાને અંશ પણ રહેલો જોવામાં આવતો હતા. એ ધર્મને માટે તેને જરા પણ ઉત્સાહ કે જુસ્સો ન હતો, અને તેથી તે પોતે સમ્રાટ હતો તે પણ તેનો “દીન ઈલાહી” રાજદરબારથી આગળ વધ્યો જ ન હતો, અને તેને સ્થાપનારે ગયો તેની સાથેસાથે તે પંથ પણ ચાલતા થયા.
યુરોપના ઈતિહાસકારોની દૃષ્ટિએ મહાન સિકંદર અને સીઝર તેમ જ નેલિયન દુનિયાના મોટામાં મોટા સમ્રાટ ગણાય છે. તેઓ કદાચ અશોકના કરતાં પણ વધારે જબરા લડવૈયાઓ અને રાજનીતિનિપુણ પુરુષ હતા, એની ના ન કહી શકાય. પરંતુ, તેઓ મેટા લડવૈયા અને રાજનીતિનિપુણ હતા તેથી મહાપુરુષ હતા, એમ કહી શકાય ખરું? “આઉટલાઈન આફ હિસ્ટરી” (ઇતિહાસની રૂપરેખા)ના કર્તા શ્રીયુત એચ. જી. વેલ્સ સાહેબે હમણાં જ આ સવાલને વિચાર કર્યો છે. ઉક્ત ઇતિહાસ જીવનને અને મનુષ્યજાતિને ઇતિહાસ છે તેથી તેમાં દાખલ થએલી બધી વ્યક્તિએને વિચાર જુદા દૃષ્ટિબિંદુથી તેમણે કર્યો છે, અને જૂદા ધોરણને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com