________________
૨૦૯ આદર્શની ઉચ્ચતાની બાબતમાં તેમ જ અવિરત અને સુયોગ્ય જહેમત ઊઠાવવાની બાબતમાં તો અશોક તેને ટપી જાય તેવો હતો. અલબત્ત, માર્કસ ઓરેલિયસનાં વખાણ કરનારા કેટલાક લેકે કહે છે કે, મનુષ્યજાતિની પ્રત્યે પ્રેમ રાખવામાં જ પોતાના જીવનનું સાફલ્ય તે પોતે માનતો હતો, અને એ જ એને ધર્મ હતો. પણ અહીં એટલી વાત ભૂલી જવાઇ છે કે, તેનામાં “રામવાસીને યોગ્ય થઈ પડે તેવાં મોટાઈ અને દંભ તથા રોમવાસીને યોગ્ય થઈ પડે તેવી સાર્વભૌમ સત્તાના આદર્શની ચીવટાઈ” હતાં, અને “રોમની ચઢતીને લગતા તેના પિતાના આદશની સાથે ખ્રિસ્તી ધર્મના પ્રસારને મેળ બેસતો ન હતો તેથી જ ખ્રિસ્તીઓની તરફ તેણે રીતસર ક્રૂરતા દાખવી હતી. અશેના જીવનને અને તેની રાજ્યવ્યવસ્થાને ટૂંકી બુદ્ધિના આવા મલિન આદર્શને પાસ લાગ્યો ન હતો તેમ જ મનુષ્યજાતના કોઈ વિભાગની પ્રત્યેના આવા અમાનુષી વૈરભાવને ડાઘ લાગ્યો ન હતો. સમસ્ત મનુષ્યજાતિના તેમ જ સમસ્ત પ્રાણીસૃષ્ટિના હિતસુખને માટે તેણે રીતસર તનતોડ મહેનત કરી હતી, અને તેનું નિઃસ્વાથી જીવન જાતિવિષયક કે રાષ્ટ્રીય કે કૌટુંબિક દંભથી અથવા પક્ષપાતથી દૂષિત થએલું નથી.
કોઈ એક લેખકે રાજા આક્રેડની સાથે તથા શાર્લમેનની સાથે અને પહેલા ખલીફ ઉમ્મરની સાથે તેમ જ એવા બીજા અનેક રાજાઓની સાથે અશકની સરખામણું કરેલી છે. અનેક રાજાઓ અશોકના જેવા મેટા લડવૈયા અથવા મોટા રાજનીતિજ્ઞ થઈ ગયા છે, પણ તે સૌ પૈકીના અશેની કીર્તિ આખા જગતમાં સદાને માટે પ્રસરી છે તેનું મુખ્ય કારણ એ છે કે, તેણે મનુષ્યજાતિનું અહિક તેમ જ પારલૌકિક હિતસુખ સાધ્યું હતું. અશોકની આ ખાસિયત ઘેડા અંશે પણ જે રાજામાં ન હોય તે રાજાને અશોકની
૧. એ. બ્રિ, ૧૭, ૬૫. ૨. મેકફેઈલકૃઢ “અશક,” પૃ. ૮૦ અને આગળ.
૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com