________________
૧ર
૭,૦૦૦ મણ અનાજ લઈ જઈ શકે એવડું હતું, અને નાનામાં નાનું વહાણ ૨,૦૦૦ મણ અનાજ લઈ જઈ શકે એવડું હતું. પેલા થાંભલાને એ વહાણના ઉપર ચાલાકીથી સૂવાડી દેવામાં આવ્યો અને પછી ફિરોઝાબાદમાં લઈ જવામાં આવ્યો. ત્યાં જમીનના ઉપર તેને ઊતારવામાં આવ્યા, અને અતિશય મહેનતથી અને ચાલાકીથી કચ્છમાં તેને લઈ જવામાં આવ્યો.
એ વખતે ઉક્ત લેખકની ઉમ્મર બાર વર્ષની હતી, અને માનનીય મીરખાંને તે શિષ્ય હતો. પેલા થાંભલાને એ જગ્યાએ લઈ જવામાં આવ્યા ત્યારે તેના સત્કારને માટે જામી મસજિદની પાસે ભવ્ય મકાન બંધાવવામાં આવ્યું. પ્રવીણમાં પ્રવીણ સ્થપતિઓને અને કારીગરને એ મકાન બાંધવાના કામે રોકવામાં આવ્યા. એ મકાન બાંધવામાં પથ્થરનો અને ચૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો, અને તેમાં અનેક પગથિયાં રાખવામાં આવ્યાં. એક પગથિયું ચણાઈ રહેતું ત્યારે પેલા થાંભલાને તેના ઉપર ગોઠવવામાં આવતું. પછી બીજું પગથિયું ચણવામાં આવતું, અને પેલા થાંભલાને ઊંચકીને તેના ઉપર ગોઠવવામાં આવતો. એમ કરતાં કરતાં ધારેલી ઊંચાઈએ પેલો થાંભલો જઈ પહોંચ્યો. આટલી સ્થિતિએ કામ આવી પહોંચ્યું એટલે પછી તે થાંભલાને સીધે ઊભો કરવાને લગતી બીજી યુક્તિઓ
જવી પડી. બહુ જ જાડાં દોરડાં મેળવવામાં આવ્યાં, અને તળિયાના દરેક છ પગથિયે દુમક્લાસ (વિંડલૅસ) ગોઠવવામાં આવ્યાં. દેરડાની એક બાજુના છેડા પેલા થાંભલાની ટોચે બાંધવામાં આવ્યા
અને તેની સામી બાજુના છેડાને દુમકલાસની આસપાસ વીંટાળી દેવામાં આવ્યા. સંખ્યાબંધ બંધ બંધાયાથી એ દુમકલાસ મજબૂત બની ગયાં, પછી (પેલાં દુમકલાસનાં) ચક્રો ફેરવવામાં આવ્યાં એટલે પેલો થાંભલો લગભગ અર્ધા ગજના જેટલો ઊંચકાયો. પછી તે પાછે નીચે બેસી ન જાય તેટલા માટે તેની નીચે લાકડાની ગાઠ અને રની પિટલીઓ ગોઠવવામાં આવી. એ રીતે એ થાંભલે રફતેરફતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com