________________
૧૫૮ આપણે જોઈ ગયા છીએ. ધાર્મિક ફરજોની સ્મૃતિ તે ધર્મ”: એ અર્થ અશોક કરતા હતા. તે પોતે બૌદ્ધ ઉપાસક હતું તેથી ગૃહસ્થાશ્રમીને માટે બાદ્ધપંથે ઠરાવી આપેલી ફરજોને સમાવેશ તેણે સ્વાભાવિક રીતે તેમાં કર્યો હતો. તેમ છતાં પણ એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, બીજા પાખંડોમાં પણ લગભગ એ જ ફરજ ગણાવવામાં આવતી હતી, એ વાત તેના ધ્યાનની બહાર ન હતી. આપણે અગાઉ જોઈ ગયા છીએ તેમ, પિતાના તેરમા મુખ્ય શિલાલેખમાં અશોક કબુલ કરે છે કે, જે નીતિવિષયક આચરણોને આગ્રહ ધર્મના નામે તે પોતે કરે છે તે જ નીતિવિષયક આચરણોને ઉપદેશ બ્રાહ્મણોના તેમ જ શ્રમણોના પાર્થડે પણ એકસરખી રીતે કરે છે. ટૂંકમાં કહેતાં, બધા પાખંડોનો એ ને એ જ ધમ છે, એમ અશકે જણાવેલું છે. આ જ કારણે પોતાના સાતમા મુખ્ય શિલાલેખમાં તે કહે છે કે, “સર્વ પાપં સર્વત્ર ભલે વસે, કારણ કે, તેઓ બધા જ સંયમ અને ભાવશુદ્ધિ ઈચ્છે છે.” વળી પિતાના બારમા મુખ્ય શિલાલેખમાં પણ તે કહે છે કે, ધર્મના સારની વૃદ્ધિ થાય તેટલા માટે લોકોએ એકબીજાના મુખથી ધર્મને સાંભળવા જોઈએ. અહીં એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે, અમુક સદ્દગુણો અને સદાચરણોને ઉપદેશ સર્વ પાખંડે એકસરખી રીતે કરતા હતા, અને તેમની દૃષ્ટિએ તે “ધર્મ ગણતા હતે. આના સંબંધમાં અધ્યાપક હૂાસ ડેવિડ્મના વિચારે અહીં આવ્યા છે – “ધર્મને કાયદો ગણેલો છે. પણ કાયદો’ શબ્દને જે અર્થ હાલ થાય છે તે અર્થને કાંઈ પણ અંશ “ધર્મ” શબ્દમાં જોવામાં આવતો નથી. આના સંબંધમાં એ શબ્દ વપરાય છે ત્યારે તો તેને અર્થ રૂઢિને અનુસરીને જે કરવું પડ્યું છે તે થાય છે. આથી કરીને તેને અર્થ બરાબર ધર્મ તો થતું જ નથી. આના સંબંધમાં તે શબદ વપરાય છે ત્યારે તેને અર્થ તે યોગ્ય ભાવનાવાળા માણસને
માટે જે કાર્ય યોગ્ય છે તે અથવા તે “સમજુ માણસ રવાભાવિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com