SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ પદ્ધતિ તેણે યોજી હતી. તેથી કરીને સાત્વિક તેમ જ વિસ્તૃત પરિણામે ઝપાટાબંધ આવે, એવી આશા આપણે સ્વાભાવિક રીતે રાખી શકીએ. વળી, બૌદ્ધભિક્ષુઓએ પણ ખૂબ મહેનત લઈને એ જ દિશામાં કામ કર્યું હતું, એ વાત આપણે યાદ રાખીએ તો અશકની તેમ જ તેમની સહગામી પ્રવૃત્તિને અસાધારણ ફતેહ મળેલી જોઈને આપણને નવાઈ લાગવી ન જોઈએ. એ ફતેહ કેવી રીતે મૂર્તિમંત થઈ? ઈસ્વીસનની પહેલાંના ત્રીજા સૈકાના મધ્યભાગથી માંડીને પછીથી બૌદ્ધપંથ અતિશય વિસ્તૃત પ્રદેશમાં એકદમ ફેલાતે ગયે. હિંદુસ્તાનનાં તેમ જ અફઘાનિસ્તાનનાં વિવિધ સ્થળે સ્તૂપો તેમ જ મઠ અને ગુફાઓ વગેરે ધર્માલયો ઊભાં થયાં. એ સમયમાં બૌદ્ધપંથ એટલું બધું અગ્રસ્થાન ભોગવતો હતો કે, તેણે બીજા લગભગ બધા જ ધર્મોને અંધકારમાં નાખી દીધા હતા. એ ધર્મોના સ્થાપત્યના કે સાહિત્યના થોડા જ અવશેષ આજે જડી આવે છે. પરંતુ આ બધાનું ખરેખરૂં માન તે ઈ. સ. ની ત્રીજી સદીના ફિરસ્તારૂપ બૌદ્ધરાજ અશોકને જ મળવું જોઈએ. છઠ્ઠ પ્રકરણ સામાજિક અને ધાર્મિક જીવન. (અશોકની ઘર્મલિપિઓના આધારે) જે સામાજિક અને ધાર્મિક વાતાવરણમાં રહીને અશોક પિતાનું કામ કરતો હતો તે સામાજિક અને ધાર્મિક વાતાવરણનો વિચાર આપણે ન કરીએ ત્યાં સુધી અશોકના સંબંધમાં તેમ જ તેણે કરેલા કામના સંબંધમાં સ્પષ્ટ ખ્યાલ આપણને આવી શકે નહિ. અહીં એટલું પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે, આ પ્રકરણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy