________________
૧૨૫
કામમાં મશગુલ રહ્યો હતો. એક વર્ષને સમય કાંઈ બહુ ન ગણાયતેમ છતાં પણ તેટલા સમયમાં આવા પ્રકારની પ્રવૃત્તિથી ધર્મના વિકાસને એટલી બધી ગતિ મળી ગઈ હતી કે, તેના પિતાના સમયના પહેલાં કદિ પણ એટલો ધર્મવિકાસ થવા પામેલ નહિ, એમ અશક પિતે ખરા દિલથી માનતો હતો.
અશકે જે સ્વર્ગીય સુખને ઉલ્લેખ કરે છે તેમનું અછું વર્ણન “વિમાનgનામક પાલિગ્રંથમાં કરવામાં આવેલું છે, એમ અગાઉ આપણે જોઈ ગયા છીએ. બહુ દૂરદશી પણાથી ભાર દઈને તેમનું વર્ણન એ ગ્રંથમાં કરવામાં આવેલું છે તે એવા હેતુથી કે, લેકે પવિત્ર અને ધર્મપર જીવન ગાળવાને પ્રેરાય બુદ્ધ ભગવાનના પટ્ટ (માનીતા) શિષ્ય અને નમૂનેદાર ધર્મોપદેશક મેગલાનને લગતી જે કથા બૌદ્ધગ્રંથોમાં વર્ણવવામાં આવેલી છે તે આના સંબંધમાં ધ્યાનમાં લેવાલાયક છે. મેગ્યુલાને એટલા બધા લોકેને બૌદ્ધ પંથના અનુયાયી બનાવી દીધા હતા કે, બીજા ધર્મના ઉપદેશકેને તેની ઈર્ષા આવી, અને તેમણે તેનું નિકંદન કરવાના કામે વધકારને ભાડે રાખ્યા. પરંતુ ધર્મો દેશક તરીકેની મે ગલાનની પ્રવૃત્તિનું રહસ્ય શું હતું? એમ કહેવાય છે કે, આધિભૌતિક શક્તિ તેને એટલી બધી વશવર્તી રહેતી હતી– અર્થાત તેની યોગસાધના એટલી બધી સંપૂર્ણતાએ પહોચેલી હતી કે, તે સ્વર્ગમાં જતો અને દેવોને મળતા. “તમે કેવી રીતે દેવત્વને પામ્યા ?” એ સવાલ દરેક દેવને ત્યાં તે પૂછતો. દરેક દેવ તેને એ જવાબ આપતો કે, “મેં અમુક અમુક કર્મ કર્યા હતાં તેથી મને અમુક પ્રકારનું દેવત્વ મળ્યું છે.” તે જ પ્રમાણે તે નર્કમાં જતો, અને ત્યાંના કમનસી ન લેકેને તેમનાં પિતાનાં દુઃખની કહાણીની બાબતમાં તે પૂછપરછ કરતા. ત્યારપછી તે પૃથીની ઉપર પાછા ફરને અને
૧. “પંમપદનું ભાષ્ય, ૩, ૬૫ (પા.ટે તે); જાતકને પ્રાસ્તાવિક ગ્રંથ, પૃ. પર૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com