________________
ઈચ્છે છે. પિતાના તેરમા મુખ્ય શિલાલેખમાં આ બાબતનું સ્પષ્ટીકરણ તેણે કરેલું છે. તેણે કહ્યું છે કે, જે ધર્મને ઉપદેશ તે પોતે કરે છે તે ઉક્ત પાખંડોએ ઉપદેશેલ જ ધર્મ છે. પિતાના બારમા મુખ્ય શિલાલેખમાં તે વધારામાં એમ પણ કહે છે કે, બધા લેકેએ એકબીજાના ધર્મને સાંભળવે, અને તે રીતે તેના સારની વૃદ્ધિ કરવી. તેના ધર્મમાં મુખ્યત: બૌદ્ધતત્ત્વ વિશેષ છે તે પણ (ઉપર આપણે જણાવી ગયા તેમ) તેમાં જેનપંથના જેવા બીજા પનું તત્ત્વ પણ જોવામાં આવે છે : એ જ એમ બતાવી આપે છે કે, અશોક જે લખત તે જ કહેવા માગતો હતો. વિવિધ પંથની પ્રત્યે તેના મનની વૃત્તિ આવા પ્રકારની છે તો પછી, સર્વ પંથના ભિક્ષુઓની અને ગૃહસ્થાશ્રમીઓની વચ્ચે ભેદ પાડ્યા વિના સૌને તે દાનથી અને બહુમાનથી નવાજતો, એમ તે પિતે કહે છે તે માની શકાય તેમ છે. આપણું આ માન્યતાને બીજી રીતે પડ્યું પુષ્ટિ મળે છે. બ્રાહ્મણોને અને શ્રમણોને –એટલે કે, બૌદ્ધપંથ સિવાયના બીજા અબ્રાહ્મણ ૫ થના લેકેને જ નહિ, પણ સર્વ બ્રાહ્મણ પંથના લેકેને બહુમાન અને દાન આપવાં, એ ધર્મનું એક અંગ છેઃ એમ તે ગણતો હતો. સર્વે પંથના લોકોનું માત્ર બૌદ્ધસંઘનું જ નહિ, પણ નિર્ચાનું તેમ જ બ્રાહ્મણ આજીવનું, અને એવા બીજા સૌનું– ભૌતિક તેમ જ અધ્યાત્મિક સુખ વધારવું. એ હુકમ પિતાના ધર્મમહામાત્રને પણ તેણે કર્યો હતો. સર્વે પની પ્રત્યેની તેની અત્યંત સહિષ્ણુ વૃત્તિની સાથે (પિતાના પહેલા મુખ્ય શિલાલેખમાં તેણે કહ્યું છે તેમ) પ્રાણીઓના વધની તેણે કરેલી બંધીને મેળ માત્ર દેખીતી રીતે બેસતો નથી. આ બાબતમાં એમ કહેવામાં આવ્યું છે કે, બ્રાહ્મણોને ઉદેશીને ઉક્ત પ્રકારનું પગલું તેણે કરેલું હતું, અને તેના પહેલા ગૌણ શિલાલેખમાંનો એક ફકરે આ કથનને પુષ્ટિ આપે છે. પરંતુ એ ફકરામાં બ્રાહ્મણોની પ્રત્યેના અશોકના વિરોધને અર્થ રહેલો છે, એવો અર્થ તે કઈ પણ શિષ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com