________________
આર્યસ્ત્રીઓના ધર્મો.
તે વખતે તમારે તમારું રક્ષણ કરીને તમારું પાણી બતાવી દેવાની જરૂર છે. તમે એમ કહેશો નહિ કે, “અમારી પાસે શું સાધન હોય કે જેથી અમે અમારું રક્ષણ કરી શકીએ?”હેનો! આ વિચારજ નિમાય છે, આ પ્રસંગે બીજું કશું સાધન ન હોય તેની કશી હરક્ત નહિ, પરંતુ તમારા પગની સપાટ તે હેયજને? તમારું રક્ષણ જાતે જ કરવાના ગુણને જે તમે ખીલવશ તે આ સપાટ પણ તેની સામે થઈને તમારું રક્ષણ કરવામાં ભારે મદદગાર થશે એ ખાત્રીથી માનજે.
અતિતપસ્વિતા.
હે, જીવનને તેરમે પ્રશ્ન જે છે તે “અતિતપસ્વિતા ને છે. તપ એ ધર્મને એક પ્રકાર હોવા છતાં, તપનું રહસ્ય શું છે, તે શામાટે કરવામાં આવે છે, વાસ્તવિક તપ કર્યું કહેવાય વગેરેને તમે ઘણું ખરીવાર તો વિચાર સુદ્ધાં કર્યો હોતો નથી, અને તમે પૂર્વકાલીન સ્ત્રી પુરૂષનાં શરીર બંધારણે સાથે આ જનાં તમારા શરીર બંધારણે સરખાવી પણ નહીં જોતાં તેમનું કેવળ અંધ અનુકરણ કરી ભારેમાં ભારે તપસ્યાઓ આદરી બેસે છે, તેનું પરિણામ એ આવે છે કે, તમારું શરીર સારી માર્ષિ રાહુ પલાયન એ ઉકિતઅનુસાર ધર્મનું પ્રથમ સાધન છતાં તેને અકાળેજ ખોઈ બેસો છે! નો, ખરું તપ એજ ગણાય કે, જેથી તમારું શરીરબળ હણાવા પામે નહિ, ખરું તપ એ ગણાય કે, તમારા મનને જ કેવળ નહિ, પરંતુ આત્માને પણ નિર્મળ બનાવવામાં સહાયક થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com