________________
સ્વ. મણિબાઈ ૩૯ વર્ષની ઉંમરે પહોંચ્યા પછી જાણે આવા
પુણ્યાત્માની સ્વર્ગમાં જ જરૂર હય, અહિં અકાળ અવસાન રહેવા દેવાની જરૂર ન હોય એમ માનીને
કે આયુષ્યની અલ્પતાના વેગે પ્રસવ થયા પછી ક્રરકાળ સં. ૧૯૭૯ ના કાર્તક વદ ૧૪ની મધ્યરાત્રિએ આ નારીરત્નને અકાળે જ ઝડપી લીધું !!! સ્વર્ગસ્થની અવસાન તિથિએ તેમના આત્માના શ્રેયે થે
ભાવનગર ખાતે વર્ધમાન તપની ઓળી પુણ્યકાર્યો. ખાતામાં રૂ. ૨૫૦) ની રકમ ભરવામાં
આવેલ છે. ઉપરાંત પિતાની રૂ. ૬૦૦) ની તથા સ્વર્ગસ્થના ભાઈઓ તરફની રૂા. ૨૨૫) ની મળીને કુલ રૂા. ૮૨૫) ની ત્યાંના મહાજનને સોંપેલી રકમનાં વ્યાજમાંથી મોટા ખુંટવડા ખાતે પર્યુષણના બીજા દિવસે સ્વર્ગસ્થ તરફથી સાધમિવાત્સલ્ય કરવામાં આવે છે. ભાવનગર શહેરનાં બન્ને દેરાસરોમાં સ્વર્ગસ્થની અવસાન તિથિએ પ્રભુની આંગી થયા કરે તે માટે રૂપીયા ૫૬ ની રકમ આપવામાં આવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com