________________
૯૨ વા. મો. શાહ કૃત મળી શકતાં પુસ્તકો અને અભિપ્રાયો. પર ગહન છતાં સરળ વિચાર આપેલા છે. છેલ્લા ભાવના વિષેના ઉદ્દગારે ખુબ ઉંચી ભાવના જગાડે એવા સરસ છે. નિશાળમાં ચલાવવા લાયક આ ચોપડી છે. . (૯) સાંજ વતમાન-પ્રસ્તાવના વાંચવા, મનન કરવા અને જીવનમાં ઉતારવા લાયક છે... આ પુસ્તક લખવાને લેખકને ઉદ્દેશ તનદુરસ્ત હિંદી ઘડવાનો છે... આ પુસ્તક હિંદુ કે બીન હિંદુને પણ સરખી રીતે ઉપયોગી થઈ પડે તેવું છે.
(૧૦) કૌમુદી–એટલું તો આપણે ખુલ્લા દિલે સ્વીકારવું જ પડે તેમ છે કે પ્રસ્તાવનામાં કર્તાએ આપણને જે ચાબખા માર્યા છે તેને આપણે જેમ પૂરેપૂરા લાયક છીએ, તેમ ગ્રંથમાં આર્યત્વ વિશેનાં જે સત્ય વિધાનાત્મક રીતે તેમણે રજુ કર્યા છે તે આચરવાં એ પણ આપણને ખરેખર લાજમ છે.
એપ્રીલ, ૧૯૩૩ =સુદર્શન (વેલ) ત્રીજી આવૃત્તિ ઃ સન ૧૯૧૧ : મૂલ્ય દશ આના.
પ્રજાબંધુ' સાપ્તાહિક પત્ર–વર્તમાન જૈન સમાજની નૈતિક અને સામાજીક નિર્બળતાએ સ્પષ્ટ શબદોમાં બતાવી આપવી અને તેમાં ઈષ્ટ સુધારણું કરવાના હેતુથી શ્રી વા. મે. શાહે કેટલાંક વર્ષો પહેલાં આ જેન નવલકથા લખી હતી. પિતાની જલવંત શૈલીમાં તેમણે જૈન સમાજનાં નિબળ મર્મસ્થાનો બતાવી તે ઉપર કડક પ્રહાર કર્યા છે અને સુયોગ્ય વિચારથી દોરવણી પણ કરી છે. સુદર્શન’ને નવલકથાનું રૂપ આપવામાં આવ્યું છે, પરંતુ વસ્તુતઃ તેમાં નવલકથાની કલા નથી. મર્મસ્થાનને સ્પર્શીને હૃદયને ક્ષુબ્ધ કરી છેવટે વિચારણને માર્ગે ચડાવે તેવા ઉપદેશવાળી વાર્તા છે. સુદર્શનને જન્મ થતાં પૂર્વથી વાર્તાની શરૂઆત થાય છે અને તે જન્મે છે, ભણે છે, પરણે છે, ત્યાં સુધીમાં વિવિધ જીવન પ્રસંગે યોજીને તેને ઘટતી વિચારણા લેખકે સમાજ સમક્ષ રજુ કરી એક મનુષ્યના જન્મથી મરણ સુધીના જીવનમાં જે સ્વાભાવિક પ્રસંગે આવે તે પ્રત્યેક પ્રસંગોને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com