________________
વા. મ. શાહ કૃત મળી શકતાં પુસ્તકે અને અભિપ્રાયો. ૯૧
(૬) ગુજરાતી સાપ્તાહિક પત્ર (મુંબઈ)–હિંદુ, પારસી, જેન, મુસ્લીમ દરેકે આ પુસ્તક વાંચવા જેવું છે. દરેક સ્કુલમાં આ પુસ્તક રાખવામાં આવે એ ઈચ્છવા યોગ્ય છે. તા. ૧૭-૯-૩૩
(૭) પુસ્તકાલય માસિક પત્ર (વડોદરા)-લેખકે દાન, શીલ, તપ, ભાવનાના લેખોમાં સુંદર વિચારે ગુંચ્યા છે. આવા નીડર લેખકની આ અમલી કૃતિ છે. પુષ્કળ સૂક્ષ્મ પાકટ વિચારેને. મુક્તિમાર્ગો લેખકે એમાં દર્શાવેલા છે. –ઑગસ્ટ, ૧૯૩૩
(૮) સાહિત્ય માસિક પત્ર (વડોદરા)–આ વાડીલાલ શાહની છેટલી પ્રસાદી હોવાથી આપણને ખુબ પ્રિય થઈ પડશે. તેઓ સમર્થ પ્રસ્તાવનામાં એમની લાક્ષણિક શૈલીમાં કહે છે? “હિંદ જે ધર્મ ગુમાવશે તે જગલી–રાક્ષસીજ બની જશે. એના અનિયંત્રિત માનસને કાબુમાં રાખનારી એ એકની એક ચીજ નાબુદ થાય એ એના વિકાસને અને મુકિતને માટે નહિ ઈચ્છવા જોગ છે. પણ હિંદ એના અતિ ધર્મને લીધે જ ધર્મને નાશ કરી બેસશે તો કેાણ અટકાવી શકશે?” આ બે વાક્યને, આ નાના નિબંધનો કહે કે નિબંધ સંગ્રહનો કહો સારો ઉદ્દેશ સમાઈ જાય છે. એક બાજુ ધમધતા અને પાખંડ અને બીજી બાજુ નાસ્તીકતા અને અશ્રદ્ધાઃ એ બેની વચ્ચે હિંદુસ્તાને સંભાળીને પ્રયાણ કરવાનું છે. સીમાઓ ઓળંગવાથી ભયંકર પ્રદેશમાં જવાય એ વાતની યાદ વારે વારે વાડીલાલે જીવતાં આપી હતી. આ છેલ્લી ચાપડીમાં તેઓ સાચે આર્ય ધર્મ ( યાદ રાખે કે એ જેન ધર્મને પણ આર્યધર્મને ભાગજ ગણતા ) આપણને સમજાવે છે ને તે એવા ઉદ્દેશથી કે નાનપણમાં જ ધર્મના અંકુર ફટી નીકળે. જાહેર શાળામાં શીખવવા જેવા આ ધાર્મિક ટકા પ્રવચને છે. “આપણે કાણું એ પ્રશ્નમાં તે મૂળ હિંદુ ધર્મ શું તે સમજાવે છે, પછી આર્યા એટલે કેવી સ્ત્રી જેનું વિવેચન બીજા નીબંધમાં છે, આર્ય ધર્મ તે શું તે ત્રીજો વિષય
છે અને તેના ચાર અંગ દાન, શીલ, તપ, અને ભાવના એના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com