________________
ત૫
७१
જ્યારે ખોરાક ખાઓ ત્યારે પણ વિવેક પૂર્વક ખાવો એ તપ છે. શું ખાવાથી શરીર અને બુદ્ધિને હિત છે, અને શું ખાવાથી અહિત છે તેને વિવેક કરે જ જોઈએ, કેટલા પ્રમાણમાં ખાવું તેને પણ વિવેક જોઈએ, કયારે ખાવું ને ક્યારે નહિ એને પણ વિવેક જોઈએ.
માસને કે તેથી વધુ સામટે તપ કરનાર માણસ તે પછીના દિવસોમાં જે મરચાં અને અથાણું ખાતે હોય તે તેના જે મૂર્ખ કઈ નહિ. મરચાં, અથાણાં અને તીખા પદાર્થો લોહીને નાશ કરે છે, બુદ્ધિને અસ્થિર કરે છે અને મનને વિલ કરે છે.
ખરે તપસ્વી તે છે કે જે હમેશ ખાતો હોય, કઈ દિવસ તપ ન કરતા હોય, સાચી ભૂખ વખતે જ ખાતે હેય, ભૂખ પૂરતું જ-વધુ તો નહિ પણ ઓછુંય નહિ જ-ખાતો હેય. પિષણ પૂરું મળે એવા પદાર્થો
–નહિ કે માત્ર દાળ-ભાત કે–જેમાં પોષણ કાંઈ જ નથી–ખાતે હાય અને ખાધા પછી પાચનને વિલન કરે એવું કશું કામ ન કરતે હોય. તે મનુષ્ય હમેશ ખાવા છતાં સદાને તપસ્વી છે.
આજના હિંદીઓનાં શરીર સંકડો વર્ષની અંધાધુધીભરી જીવન પ્રણાલિકાને લીધે રોગિષ્ટ જ છે અને કુટેવોથી ભરેલા જ છે. તદુરસ્તમાં તદુરસ્ત દેખાતાં જી–સ્ત્રી પુરુષો પણ તેઓ ન જાણતાં હોય એવી રીતે એક યા બીજા રોગના ભાગ હોય છે, તેથી અવારનવાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com