________________
આર્યધર્મ ઃ લેખક, વા. મ. શાહ એ એક જ એને ધર્મ છે, એ એક જ એનો ત્યાગ છે, એ એક જ એની મુક્તિ છે, એ સિવાયનું બધું સ્ત્રીને નરકમાં ખેંચી જનારું છે.
કીડાએ જણનારી સ્ત્રી વેશ્યાથી ય બૂરી છે. કીડાઓ જણવાની ના કહેવાની તાકાત સ્ત્રીમાં છે જ.
દેવ જન્માવવાની ગ્યતા પિતામાં નથી એમ શોધી કહાડવું એ પહેલે સગુણ છે, એ ગ્યતા મેળવવા પ્રયાસ કરો એ બીજે સગુણ છે, એ ગ્યતા મેળવવા સુધી લગ્નની જોખમદારીથી બચવું એ ત્રીજો સગુણ છે, એ ગ્યતા ન જ પ્રાપ્ત થાય તે આખી જીંદગી અવિવાહિત રહેવાનો નિશ્ચય કરવો એ થે સગુણ છે.
કાંઈપણ નિશ્ચય ન કરી શકે એ સ્ત્રી જડ છે, મનુષ્ય નથી; અને એને આર્યો અથવા સન્માનને યોગ્ય સ્ત્રી તરીકેના માનને કશે હક્ક ન હોઈ શકે.
સ્ત્રીઓ આજે બૂમ મારે છે કે હજાર વર્ષથી પુરુષવર્ગ આપખુદ બની સ્ત્રીઓ પર પરતંત્રતાની બેડીઓ નાખી છે. વાત ખોટી નથી, પણ નબળાઓ ઉપર સબળાઓ હમેશ એમ જ કરે છે. હિંદીઓ નબળા થયા તો મુસલમાન અને અંગ્રેજો હેમના પર બેડી નાખી શક્યા. જેમનામાં પરસ્પરને સહકાર અને વ્યક્તિત્વનું બળ નહિ હોય તેઓની હમેશ એ જ દશા થવાની. દુનિયા હજી એટલી સંસ્કારી નથી બની કે બીજાઓનું બળ ખિલવવા દ્વારા પિતાનું બળ ખિલવવાનું એને સૂઝે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com