________________
શીલ
૫૯ આર્ય અને આર્યા પોતે પોતાને બરાબર ઓળખે: પિતાના અંતઃકરણને તેમ જ બાહ્ય કરણને અને તે સર્વના સદુપયોગ તથા દુરૂપયોગને.
બાહ્ય અને તેમ જ અતરનાં અંગે (મન, બુદ્ધિ, ચિત્ત, વ્યક્તિત્વ)ને નિર્મળ રાખવાં જોઈએ તથા પ્રતિદિન વિકસાવવાં જોઈએ. કેઈપણ અંગને દુરૂપયેગ ન કરવો જોઈએ—ન થવા દેવે જોઈએ.
સામાન્ય મનુષ્ય અથવા અણઘડ મનુષ્ય અને આર્ય અથવા સંસ્કારી મનુષ્ય : એ બે વચ્ચે મુખ્ય તફાવત એ છે કે પહેલા મનુષ્ય ઇન્દ્રિયાની તમામ ક્રિયાઓ મનની આજ્ઞા પ્રમાણે કરે છે, જ્યારે બીજે મનુષ્ય મનને શુદ્ધ બુદ્ધિના કાબૂમાં રાખી ઈન્દ્રિયે પાસે એવી ક્રિયાઓ કરાવે છે કે જેથી પરિણામે મહેતું હિત થાય.
અણઘડ મનુષ્ય જાનવરની માફક કામને તાબે થાય છે, આર્ય મનુષ્ય કામને કાબૂમાં લઈ પિતાથી પણ હડીઆતી પ્રજા ઉત્પન્ન કરવામાં એને ઉપયોગ કરે છે.
પ્રજા શબ્દનો અર્થ જ જન્મ આપનાર જેડકાં કરતાં વિશેષ જ્ઞાનશક્તિ અને ક્રિયાશકિત ધરાવનાર સંતાન એ થાય છે.
લગ્નને એક જ મૂળ આશય છે : “પ્રજા ઉત્પન્ન કરવાને, એટલે કે જન્મ આપનારાઓ કરતાં શરીર અને અતકરણની શક્તિઓમાં હડે એવું સંતાન જન્માવી એ દ્વારા મનુષ્યજાતિના વિકાસમાં ફાળે આપવાને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com