________________
દાન
૫૩.
ગુન્હેગારને ઠપકો આપવાથી તે સુધરશે એવી માન્યતા ભૂલભરેલી છે.
એગ્ય સત્તાને ગુન્હો જાહેર કરો અને તે પs વૈરની ઈચ્છાથી નહિ, પણ સમાજની વ્યવસ્થામાં ફરી ફરી ભંગાણ ન પડે એવા ઉદાર આશયથી. અને એ ઉદાર આશય એ જ ક્ષમા ગુણ છે. એવી ઉદારતા પોતાના ચિત્તની શક્તિ માટે પણ જરૂરની છે.
પિતાને કરાયેલી ઈજા માટે ક્ષમા કરવાને મનુષ્યને હક્ક છે, પણ સમાજ કે દેશને ઈરાદાપૂર્વક કરાતી ઈજા માટે ક્ષમા કરવાને મનુષ્યને હક નથી.
જે મનુષ્ય પિતાના સમાજ કે દેશને ઈરાદાપૂર્વક કરાતી ઈજા સાંખે છે તેઓ ક્ષમાશીલ નથી, પણ કાયર છે, સાંકડી દષ્ટિવાળા છે, સ્વાથી છે. તેવામાં પિતાના પડકે કુટુમ્બમાં જ આખું જગત સમાયેલું જેનારા હોય છે.
વ્યાપકબુદ્ધિના ઉપગપૂર્વક થતી ક્ષમા એ જ ક્ષમા છે, ટૂંકી બુદ્ધિથી કે બુદ્ધિને મુદલ ઉપગ નહિ કરવાથી કેઈનું દુષ્કૃત્ય સહન કરવું એ ક્ષમા નહિ પણ અતઃકરણની નિર્બળતા છે.
ક્ષમા એ વીરનું–અંતઃકરણના બળવાળા મનુષ્યનું ભૂષણ છે.
નબળાઓની કહેવાતી ક્ષમા એ જ જાતિ અને દેશના વિનાશનું મૂળ કારણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com