________________
૫૦
આર્યધર્મ: લેખક, વા. મ. શાહ ચિત્તના ભેંયરામાં જાય અને ત્યાં પ્રકાશ ઝીલી જે નિર્ણય કરે એ જ નિર્ણય બુદ્ધિને સાચે અવાજ હેય.
બુદ્ધિને ઠગારી કહી છે તે એટલા માટે કે ચિત્તને પ્રકાશ લીધા વગર બુદ્ધિ જે અભિપ્રાય બાંધે છે તે તાત્કાલિક લાભ માટેના હોય છે, અને તાત્કાલિક લાભ બધા પરિણામે ગેરલાભ ઉપજાવનારા હોય છે.
જ ચિત્તના ભેંયરામાં જેમ વધુ વખત જવાય તેમ તેમ બુદ્ધિ વધુ પ્રકાશિત થવા પામે અને નિશ્ચયબળ વધુ દઢ થતું જાય.
ચિત્તના ભેંયરામાં જનારે આડાઅવળા તર્કવિતર્કથી બચવું જોઈએ, અને એક જ પ્રશ્ન પર સ્થિર રહેવું જોઈએ; એ સ્થિરતા જ ચારિત્ર ઘડે છે.
ચારિત્ર એ જ આર્યારૂપ વૃક્ષનું પુષ્પ.
જ્યાં ચારિત્ર છે ત્યાં– સુખશીલી આપણું ન હોય, વેવલાપણું ન હોય, સાંકડું મન ન હોય, નિરૂત્સાહ ન હોય, અધીરાપણું ન હોય, છીછરાપણું ન હોય, છાકટાપણું ન હોય, ભીરૂપણું ન હોય, બાલિશતા ન હોય, જોખમદારીનું ભાન હોય, ધીરજ હેય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com