________________
૩૩ જીવન પરની અસરે વિચારી છે; પિતા પરની તેમ જ પિતાના ઉપદેશોએ લાખો મનુષ્યો પર ઉપજાવેલી અસરો અને એનો અનુભવ કહે છે કે હિંદી ધર્મે મૂળ માનસને ઘડવા માટે સંજાયા હતા,–જે કે પાછળથી બીમાર માનસના હાથમાં આવી પડવાથી દલીલના વિષય બનાવવામાં આવ્યા હતા. એનો અનુભવ એ પણ કહે છે કે ઘડતરકાર્ય કરનારમાં ઘડતરના સાયન્સનું જ્ઞાન અવશ્ય જોઈએ, પણ જેમના ઉપર ઘડતરકાર્ય થાય છે તેઓને તો સાયન્સ નહિ પણ કલા જ આપવી જોઇશે. હા, એ કલા આરોગ્ય અને શક્તિ આપનારી હોવી જોઈએ, નહિ કે બીમારી pya 3421156. Man can not and does not live by logical truths. The will-to-live demands what may be philosophically termed 'Lies'. 242 હજારો વર્ષના હિંદી સંસ્કાર જોતાં હિંદનું ઉત્થાન કરવામાં તે ધર્મ નામની “ કલા”ની અવગણના કરવી કોઈ રીતે કાર્યસાધક થશે નહિ.
હિંદુઓ, જેને, પારસીઓ, મુસલમાન સર્વ ફર્યાદ કરતા રહ્યા છે કે જાહેર શાળાઓમાં ધાર્મિક શિક્ષણનો પ્રબંધ થવો જોઈએ. દરેક ધર્મવાળાઓએ ખાનગી ધાર્મિક કલાસો તો ખાલી જ હોય છે. ભિન્ન ભિન્ન ધર્મનું શિક્ષણ જાહેર શાળાઓમાં આપવું શક્ય નથી, અને કેઈ અમુક શહેરમાં જુદા જુદા ધર્મવાળાઓ પોતા તરફથી સાધનો પૂરાં પાડે તો પણ એ શિક્ષણ તનદુરસ્ત માનસ ઘડવામાં ઉપયોગી થઈ શકવાનું નથી. દરેક ધર્મની ખાનગી કલાસનું એ જ પરિણામ આવ્યું છે.
ત્યારે એ ખાનગી કલા અને જાહેર સ્કુલો માટે શું એવા એક પુસ્તકની જરૂર નથી કે જે સધળા ભિન્ન દેખાતા ધર્મોના અનુયાયીઓની જરૂરીઆત પૂરવા ઉપરાંત યુવકે અને કન્યાઓનું માનસ ઘડવામાં ઉપયોગી થઈ પડે ?
૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com