________________
વવાથી કુંવારાને મળતા વ્યભિચારના પ્રસંગ કરતાં ય વધુ અબ્રહ્મચર્ય ન સેવાયું ? હજારેને ઈચ્છા છતાં ફરજ્યાત કુંવારા રહેવાની સ્થિતિ ઉપજાવવાથી વિશ્વાસઘાત, વ્યભિચાર, વેશ્યાવર્ગ, સૃષ્ટિવિરૂદ્ધ કાર્યઃ આ સર્વ ભયંકરતાએ ન ઉત્પન્ન કરી આપી ?..... જેમ જેમ અકુદરતી કાનૂન કરશે તેમ તેમ વધુને વધુ ગુંચવાડા અને વધુને વધુ અંત:કરણની નિર્બળતા તથા ઢાંગધતીંગ આવવાનાં જ. કુદરતી કાનૂન પર આવતાં હમને આજની રૂઢિઓને ભય લાગે છે, એ ભયને છેડો નથી અને વજ જેવા વિદેશીએના ભયથી છટકવું છે ! થે, રાહ જુઓ, આપણું આખા દેશના નાશ થઈ જાય ત્યાં સુધી રાહ જુએ !
હું ફરી ફરીને કહું છું–અનુભવથી કહું છું–ઉંડા વિચાર પછી કહું છું કે નીતિઓ નહિ, બળ જ બચાવી શકે; અને બળ અંતઃકરણના ચારે અંગેનું. બળવાન જ દયા કરી શકે, બળવાન જ શીલ પાળી શકે, બળવાન જ સત્યકથન કરી શકે, બળવાન જ ચેરવાને બદલે આપવામાં આનંદી શકે. અને ધર્મ બીજું શું વધારે કહે છે ? –હિંદુ ધર્મ કે જૈન ધર્મ કે મુસલમાન ધર્મ કે ખ્રિસ્તી ધર્મ બીજું શું વધારે કહે છે ? આ બળ ઉપજાવવા માટે નીતિઓ નહિ પણ તાલીમ-culture સંસ્કારની જરૂર પડે, અને ધર્મ એવા સંસ્કાર આપવા માટે જ સર્જાયા હતા. આજે સંસ્કાર શબ્દને અર્થ પણ કેણ સમજે છે? ઉંચી ટે એ સંસ્કાર છે. ખાવું-પીવું, પરણવું, પ્રજોત્પત્તિ કરવી, બોલવું, લખવું, વ્યાપાર કરવો, સમાજકાર્ય કરવું ઈત્યાદિ દરેકે દરેક ક્રિયા ઉંચા માનસથી–ઉંચા શોખથી–થવા પામે એવી ટેવ પાડવીઃ જ્ઞાનતંતુઓ આપોઆપ એવી જ ક્રિયા કરે એવાં બનાવી દેવાં? એ જ સંસ્કાર. માત્ર કલ્પનાઓ, વ્યાખ્યાને, નીતિઓ, વિધિઓ એ કાંઈ “સંસ્કાર” નથી જ, એ તે બધાં સમર્થનાં વર્તન જોઈને પંડિતએ ઉપજાવેલી કલ્પનાઓનાં જાળાં છે.
પંડિત અને ધર્મગુરૂઓ “સત્ય” શબ્દનાં ચૂંથણું ચુંથતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com