________________
નહિ કરીએ. પિતાની બુદ્ધિની રક્ષા ન કરવાથી જ એ હેટામાં મહટ પ્રમાદ–સ્ફોટામાં મોટી આત્મહત્યા થઈ જાય છે. કોઈ એ કહ્યું કે હિંસા કરો તો હિંસા કરવા કુદી પડશે,–ખુદ ધર્મના નામથી પણ; અને કેઈએ કહ્યું કે અહિંસા પાળે તે સમાજ અને દેશને બૂરી દાનતથી પાયમાલ કરનાર તરફ પણ દયાબુદ્ધિ રાખશે. મતલબ કે પિતાની બુદ્ધિનું ખૂન અને પારકી બુદ્ધિની ગુલામી : એ જ આપણે ધર્મ છે ! અર્થાત “આર્યધર્મ ” નથી – પ્રેરિત ધર્મ' છે,– અને પ્રેરિત ધર્મ એ મુદલ ધર્મ ન હોવા કરતાં ય વધુ ભયંકર ચીજ છે. દયા પ્રથમ પિતાની જોઈએ પોતાના આત્માને નીરોગી અને પુષ્ટ બનાવવામાં જોઈએ, અને બલવાન આમા તે સદા બીજા પ્રત્યે દયાથી જ વર્તે છે. માંસાહારી યુગને સ્વભાવતઃ જાનવરે તરફ દયાળુ છે,
–આપણાથી કંઈ અંશે વિશેષ. તેઓ મનુષ્યોને પણ બીનજરૂરી કષ્ટ ન પહોંચાડવા કાળજીવાળા છે, રે બીનજરૂરી કડવો શબ્દ કે કેલાહલ પણ કરવાની તેમની પ્રકૃતિ નથી, જ્યારે અમે જીવડાંની દયા પાળનારાએ અંદરોઅંદર અને ખુદ કુટુંબમાં પણ જીવતું નરક ઉપજાવીએ છીએ. દરેક ધર્મના લાખો પંડિત દયા અને અહિંસાની વ્યાખ્યા હજારો વર્ષોથી કરતા રહ્યા છે અને લોકોને ઘડીમાં આમ અને ઘડીમાં તેમ ભમાવતા રહ્યા છે. કોઈ પણ સાચા અનુભવીને પૂછે ? તે કહેશે કે વ્યાખ્યાઓ માત્ર સાપેક્ષઆથી હાય : સત્ય તો એ છે કે પિતા તરફ દયા કરનાર અને તેથી પિતાના અંતઃકરણના ચારે અંગોને નીરેગી બનાવનાર સ્વભાવતઃ દયાળી જ હોય છે. મતલબ કે દયા એ કઈ નીતિનો વિષય નથી. અંદરના બળનું સ્વાભાવિક પરિણામ છે. નબળો દયાળુ હાઈ શકે જ નહિ અને નબળાનાં દયાકર્મો ઢોંગ કે આત્મહત્યારૂપે જ હોય. દયા ? નબળાઓમાં દયા ? તે કેવી જાતની હોય તે જોવું છે? હમે શું તમારા જ વર્તાનની નોંધ નથી કરી કે જેથી બીજા પાસેથી જાણવા ઈચ્છે છે ? છોકરા પરની દયાથી હમે હેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com