________________
૧૪
રહીએ છીએ, અને તે છતાં નફકરા થઈ તુચ્છ હવસોમાં અને gછ શખમાં ફરીએ છીએ.
નફકરો કેણુ હોય? કાં તો મુડદું અને કાં તો વધારેમાં વધારે ચૈતન્ય ધરાવતા મનુષ્ય. મુડદામાં ચૈતન્ય જ નથી તેથી હેને ગમે તેટલું છુંદો તો પણ લાગતું જ નથી, અને વધારેમાં વધારે ચૈતન્ય ધરાવતો મનુષ્ય પોતાની અંદરના બળને લીધે ગમે તેવા સંકટોને હશી કહાડે છે. પણ અમે તો એવું અંદરનું બળ જ શું ચીજ હશે તે પણ જાણતા નથી. અમે તે નીતિની વ્યાખ્યાઓને સર્વસ્વ માનીએ છીએ, અને ધર્મની ક્રિયાઓને મુક્તિનું સાધન માનીએ છીએ,--મુક્તિ પણ મુઆ પછીની અને બીજી દુનિયામાં મળવાની. અંદરનું બળ અંતઃકરણની ચીજ છે અને અંતઃકરણ એ મન, બુદ્ધિ, ચિત્ત તથા વ્યક્તિત્વ(Personality) એ ચાર અંગ ધરાવે છે, તથા એ ચાર અંગના “અંતઃકરણ” ને જ માણસ (માનવ) કહેવામાં આવે છે, સઘળું બળ એ ચાર અંગના વિકાસમાં જ રહેલું છે, નહિ કે જ્ઞાનેન્દ્રિય કે કર્મેન્દ્રિમાં એ અમે જાણતા જ નથી, તો પછી એ અંતઃકરણના ચારે અંગોને ખિલવવા માટે જ સ્થપાયેલી ધર્મસંસ્થાને સાચે ઉપગ તો કરી પણ કેમ શકીએ ? આ ચાર આંતરિક અંગેની ક્રિયાને બદલે બાહ્ય અંગેની ક્રિયામાં–ધમાલમાં–સપાટી પરની પ્રવૃત્તિમાં જ અમે ગેધાઈ રહીએ છીએ અને ધર્મનો ઉપયોગ પણ બાહ્ય ઈન્દ્રિયે વડે થતી ક્રિયારૂપ ધમાલમાં જ કરીને અમારાં સ્કૂલ સાધનોને વ્યય તથા સૂક્ષ્મ અંગેની શક્તિને વ્યય ઉડાઉપણે કરી નાખીએ છીએ. અમારા જેવા આત્મઘાતી–ઈndisciplined સંસ્કાર રહિત–લેકે ભણેલી કે અભણ દુનિયામાં બીજે કઈ સ્થાન નથી. જે પિતાને–પિતાના અંતઃકરણને પિતાનાં મન, બુદ્ધિ, ચિત્ત તથા વ્યક્તિત્વને—વફાદાર નથી તેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com