________________
પ્રસ્તાવના
સત્તરથી બાવન વર્ષની ઉમર લગભગ બધા સમય મર્યે બહુધા પુરૂષવર્ગ માટે જ લખવા અને કામ કરવામાં ગુજાર્યો છે.
પુરૂષવર્ગના વિકાસ માટેના મહારા રાત્રીદિવસના પરિશ્રમે, લખાણો, પ્રવૃત્તિઓ, યુદ્ધો, ખર્ચે લગભગ વ્યર્થ ગયાં છે, એ એકરાર પ્રમાણિકપણેજે કે બળતા હદયે-કર જ પડે છે. હારી પ્રવૃત્તિઓએ ઘણએ ચકચાર જગાડી હતી, ઘણીએ તારીફના મેધા ગજવ્યા હતા, ઘણુએ અંગત શત્રુતા સુજી હતી, પણ એ સર્વનું નક્કર પરિણામ–માનવ જાતિમાંથી થેડા ય સાચા દેવ બનવા રૂપ પરિણામ–જોવાની આશામાં હું ખરે જ નિરાશ થયો છું. મહને ચાહનારા હજારે “ભણેલા છે અને હજારો જૂના વિચારના બને મળ્યા છે, પણ બન્ને વર્ગમાંથી એક પણ સાચે મરદ સાચે આર્ય–દેવ, યુરોપ—અમેરિકામાં ગલીએ ગલીએ છે તેવો એક પણ મગજ અને હદયના વિકાસવાળે “મરજીવો’ એ હજારો બકે લાખમાંથી પાક્યો નથી એ કબૂલ કરી મારી હાર પર હું એ આંસુ હમેશ નાખતો રહ્યો છું.
ધર્મ અને નીતિ અને દેશદાઝની વાતો પર તાલીઓ પાડનારા અને એ વિષય પર ભાષણે અને લખાણ કરનારાઃ બન્નેમાં બુદ્ધિની જડતા, ઈરાદાની મલિનતા, દૃષ્ટિની સંકુચિતતા, કલ્પનાશક્તિની ગેરહાજરી, ઈચ્છાશક્તિની મંદતા, ઉચા શેખપર–પિતાના જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com