________________
२०३
( ૧૦૩૭ ) શ૦ લખમશી માણકની ધર્મપત્ની બાઈ પ્રેમાબાઈ કછ-વરાડીયાવાળાના સ્મરણાર્થે જીર્ણોદ્ધાર કરાવેલ છે. સં. ૧૯૮૭.
( ૧૦૩૮) શ્રી જિનાય નમઃ | ૨૪ | સંવત ૧૯૮૮ ના વર્ષે શાકે ૧૮૬૩ ના પ્રવર્તમાને વૈશાખ માસે કૃષ્ણપક્ષે સપ્તમી તિથિ શ્રી ગુરૂવાસરે શ્રી કષ્ટદેશે શ્રી વારાપધરનગર મહારાઓ શ્રી ખેંગારજી રાજ્ય શ્રી અંચલગચ્છ પૂજ્ય ભટ્ટારક શ્રીશ્રી ૧૦૮ શ્રી જિનેન્દ્રસાગરસૂરીશ્વરાણામુપદેશાત્ ઉશવંશજ્ઞાતીય લઘુશાખાયાં લડાઈઆગેત્રે સારુ રતનશી તપૈત્ર હીરજી ડુંગરશીએ શ્રી મૂલનાયક આ દેરાસરનું જિનાલય શિખરબંધ કરાવિત તથા ચ શ્રી પ્રતિષ્ઠા મહોત્સવ કરાવિત મુની ગુલાબચ દ્રજી તત્ય શિષ્ય ગુણચંદ્રજી. ગજધર સોમપુરા નથુ કરસન કારિત
( ૧૦૩૯ ) શા, નરશી મણશી કરછ-તેરાવાલાની વિધવા બાઈ મુળબાઈએ પિતાની સુપુત્રી પેમાબાઈના પુન્યાથે શ્રી પાર્શ્વનાથ જિનબિંબ સંવત ૧૯૯૦ ના માગશર સુદ ૧૫ ને શુક્રવારે શેઠ કેશવજી નાયક પંચતીથી ટુંકમાં શેત્રુંજયતીર્થમાં સ્થાપિત.
( ૧૦૪૦ ) શ્રી ગૌતમાય નમઃ શ્રી અચલગચ્છ શ્રી જિનેન્દ્રસાગરસૂરીશ્વરજી વિરાજમાને શ્રી સુજાપુરગામે સુશ્રાવક શા નેણશી વસાયા સુત ભારમલ, જીવરાજ, રામજી, ખીમજી, નેણશી ગેત્ર સાંયાએ શ્રી ચંદ્રપ્રભુ અને શ્રી શાંતિનાથજીની દેરીઓ બંધાવી. સં. ૧૯૦ ના દ્વિતીય વૈશાખ વદિ ૫ ને શનેઉના અને પ્રભુની મૂર્તિઓ દેરીઓમાં પ્રતિષ્ઠા કરાવી છે. પ્રતિષ્ઠાની વિધિ ભાવનગરના પિોપટલાલ શાકરચંદ દ્વારા થઈ. બન્ને દેરીઓ સુજાપુરના સંઘને અર્પણ કરવામાં આવી છે. ગજજર શ્રી સોમપુરા નથુભાઈ કરશન તેરાના.
( ૧૦૪૧ ) શાહ રતનશી આશારીયા ગામ શ્રી કચ્છ-પરજાઉવાળા તરફથી કુંવરજી લાલજી ઘેલાભાઈએ સં. ૧૯૯૦ ના જેઠ સુદી ૧૧ ને શનિવારે મૂળનાયક શ્રી નમીનાથ ત્થા રૂષભદેવ બને બાજુ પધરાવી પ્રતિષ્ઠા કરાવી છે. (૧૦૩૮) વારાપધર[કચ્છ]ના શ્રી આદીશ્વર–જિનાલયને શિલાલેખ. (૧૦ ૩૯) શ્રી શત્રુ જયગિરિ ઉપર શેઠ કેશવજી નાયક કારિત ટૂકની દેરીનો લેખ. (૧૦૪૦) સુજાપુર[ક]ના જિનાલયની દેરીના શિલાલેખનો સારાંશ. (૧૦૪૧) થી (૧૦૪૨) શ્રી શત્રુંજયની બાબુની ટૂકની દેવકુલિકાઓના શિલાલેખે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com