________________
૧૫
ઈને તે એક સમકાલીન પૂરાવો બની રહે છે. તેમાં ચરિત્રનાયકના ગ્રંથો અને શ્રાવક શ્રેષ્ઠીઓ વિશે પણ વિસ્તારથી વર્ણનો છે, કિન્તુ જેસાજી કે “જેસાજી પ્રબંધ' વિશે ક્યાંયે ઉલેખ સુદ્ધા નથી આ હકીકત ઘણી સૂચક છે.
સંક્ષેપમાં માત્ર ત્રણેક પંક્તિનો મૂર્તિલેખ પ્રમાણોપેત ઈતિહાસ નિરુપણમાં કેટલો ઉપયોગી બને છે તેનું આ જવલંત ઉદાહરણ ગણાશે. ઈતિહાસમાં પ્રવિષ્ટ વિસંવાદી ઘટનાએને યથાસ્થિત મૂકવા આવા લેખો પાયાની ગરજ સારે છે. (૩) ઉપર્યુક્ત મુદ્દાના અનુસંધાનમાં એક બીજી વાત પણ નોંધનીય છે. “અંચલગચ્છની મેટી પટ્ટાવલી”માં પટ્ટધર આચાર્ય વિદ્યાસાગરસૂરિનું નિર્વાણ તથા અનુગામી પટ્ટધર ઉદયસાગરસૂરિનો ગચ્છનાયક પદ-મહોત્સવ પાટણમાં દર્શાવવામાં આવ્યાં છે. વાસ્તવમાં સુરત અંતર્ગત પાકા લેખ (. ૩૨૦) દ્વારા સ્પષ્ટ થાય છે કે ઉક્ત ઘટનાઓ પાટણમાં નહીં પણ સુરતમાં બની. વાચક નિત્યલાભે આ સંદર્ભમાં “શ્રી વિદ્યાસાગરસૂરિ રાસમાં વિસ્તૃત વર્ણન કર્યું છે. જેને આધારે હું પ્રકાશ્યમાન ગ્રંથમાં સપ્રમાણ વિચારણા કરીશx. (૪) હવે આપણે આ ગચ્છની સમદર્શિતા–જે તેના ઇતિહાસના હાર્દ રૂપ છે–તેની વિચારણું કરશું. નૂતન ગ૭ સૃષ્ટિના પ્રારંભ કાળથી જ આ ગ છે તપાગચ્છ અને ખરતરગચ્છ સાથે હાથ મીલાવીને ચૈત્યવાસીઓની જડ ઉખેડી વિધિમાગને પ્રસ્થાપિત કરવા બનતું બધું જ કર્યું એ વાત ઇતિહાસપ્રસિદ્ધ છે. શિથિલાચારને નિર્મૂળ કરવા અને આગમક્ત પ્રણાલિકાઓને જાળવી રાખવા આ ગચ્છના પટ્ટધરોએ શાસનમાં વિશિષ્ટ નેતૃત્વ પૂરુ પાડયું છે એના અનેક ઉદાહરણથી ઇતિહાસનાં પૂણે અંક્તિ છે. પોતાના ઈષ્ટ ધ્યેયની સિદ્ધિ માટે બધા જ સુવિહિત ગચ્છોનો સહયોગ અત્યંત આવશ્યક હેઈને તે પ્રાપ્ત કરવા આત્મીયતા ભર્યા સંબંધ પણ તેણે કેળવ્યા હતા. પરિણામે જ્યારે શાસનનું ઐક્ય જેખમાવાનો પ્રસંગ આવતો ત્યારે ત્રણે ગચ્છના પટ્ટધરો સાથે બેસીને ઉકેલ શોધતા.
ઉપયુક્ત બાબત સ્પષ્ટ કરવા તપાગચ્છીય વીરવંશાવલી’નું એકાદ અવતરણ ટાંકીએ? એહવિ માંડવી બિંદરે તપા શ્રી સોમદેવસૂરી 1, ખરતર શ્રી જિનહિંસૂરિ ૨, અંચલીક શ્રી જયકેસરસૂરિ ૩, એ ત્રિડું ગચ્છના આચાર્ય તિહાં આવ્યા. તિવારઈ સોરઠદેશિ લંકાના મતનો વિસ્તાર જાંણુ એ ત્રિડું ગીતાર્થ મિલિ વિ. સં. ૧૫૩૪ વર્ષિ આપ-આપણુ ગછ થકી આજ્ઞાધમ આપે એતલઈ ઈહાં થકી આદેશ વિદેશની મર્યાદા થપાણ”+
ત્રિપુટી મહારાજ ઉક્ત પ્રસંગના અનુસંધાનમાં નોંધે છે કે-“અમને એમ લાગે છે કે એ સમયથી ત્રણે ગચ્છના આચાર્યોએ પ્રતિક્રમણને વિધિ લગભગ એક સરખે ગોઠવ્યું, એટલે બધા ગચ્છના જૈને એક સાથે બેસી પ્રતિક્રમણ કરે અને એકતા કેળવી શકે ”.A
સાક્ષર મણીલાલ બકોરભાઈ વ્યાસે આ પાદુકાનો લેખ શોધી કાઢેલ. અચલગચ્છના પ્રાચીન ઉપાશ્રમમાં તે હતો “શ્રીમાળી વાણીઆઓના જ્ઞાતિભેદ’ નામક પુસ્તકમાં તેઓ નોંધે છે કે “આ ઉપાશ્રય વેંચાઈ ગયો છે. તે ભવાનીના વડથી દક્ષિણ દિશાની સડક ઉપર ડૉ. ઈશ્વરલાલના ઘરની જોડેનું મકાન છે. હાલ તે કેાઈ કણબીની માલિકીનું ઘર છે. તેમાં બે દહેરીએ છે ને તેમાં પગલાની સ્થાપના છે.' પૃ. ૨૨૨ (સને ૧૯૨૧). + “જૈન સાહિત્ય સંશોધક” ખંડ ૧, અં. ૩, પરિશિષ્ટ, સં. જિનવિજયજી. A * જૈન પરંપરાનો ઈતિહાસ” ભાગ ૩, પૃ. ૫૬૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com