SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ પુન: પ્રસ્થાન ૬૦૫ ૨૬૫૩. એ પછી દાનસાગરસૂરિ મુંબઈમાં છ ચાતુર્માસે રહ્યા. સં. ૨૦૭ માં માટુંગામાં ચાતુર્માસ વખતે નેમસાગરસૂરિની નાદુરસ્ત તબિયતના કારણે તેમને બોમ્બે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા, આથી દાનસાગરસૂરિ માટુંગાથી સતત વિહાર કરી દશા ઓશવાળ મહાજનવાડીમાં પધાર્યા. ત્યાં શ્રાવણ સુદી ૬ ના રાત્રે ૧૧ કલાકે તેઓ ૭૪ વર્ષની ઉમરે કાલધર્મ પામ્યા. તેમણે પર વર્ષનું દીર્ઘ નિર્મળ સાધુ જીવન પાળ્યું. અત્યંત શાંત પ્રકૃતિ, નિખાલસપણું, સંયમ અને તપયુક્ત ચારિત્ર્ય એ એમનું જીવન વૈશિષ્ઠય હતું. પ્રતિવર્ષ નવપદની ઓળી પ્રસંગે આયંબિલ અને પર્યુષણ પ્રસંગે અઠ્ઠાઈનો અવિચ્છિન્ન કમ તેમણે છેવટ સુધી જાળવ્યો. યોગાનુયોગ વિજયલબ્ધિસૂરિ પણ એ જ રાતે લાલબાગમાં કાલધર્મ પામ્યા. બને આચાર્યોની પાલખીઓ બાણગંગ પર લઈ જવામાં આવી. શોકમગ્ન માનવ-મહેરામણની ઉપસ્થિતિમાં બનેની સાથે અંત્યેષ્ઠિ થઈ. મુંબઈ માટે એ અભૂતપૂર્વ પ્રસંગ હતો !! - ૨૬૫૪. ભદ્રિક સ્વભાવના દાનસાગરસૂરિ અને વ્યાખ્યાનપટુ નેમસાગરસૂરિની જોડીને લોકો કદિય ભૂલશે નહીં. બધા વડિલેની ઉપસ્થિતિમાં પણ નેમસાગરસૂરિ જ વ્યાખ્યા આપતા. એમની વ્યાખ્યાન શૈલી ભાવુક હૃદયમાં ધર્મનાં ઓજસ પ્રગટાવતી. ખંડન–મંડન કે રાગદ્વેષ વિહિન એમની વ્યાખ્યાન પટુતા એમનાં વ્યક્તિત્વની ઉજજવળ અને વિશિષ્ટ બાજુ હતી. તેઓ જ્યારે જૈન દર્શનના ઉદત્ત સિદ્ધાંતો સમજાવતા ત્યારે શ્રેતાઓ એમની હૃદયસ્પર્શી વાણુથી મંત્રમુગ્ધ બની સમાનપૂર્વક પિતાનું મસ્તક ધુણાવતા! એમની વ્યાખ્યાન-વાણી લેકો હજી રસપૂર્વક યાદ કરે છે. ૨૬૫૫. અંચલગચ્છની ભવ્ય પ્રણાલિકા અને તેના ઈતિહાસને ગ્રંથબદ્ધ કરવાના તેમના આદેશને પરિણામે શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા “ અંચલગચ્છીય લેખ સંગ્રહ ” નામનો શિલાલેખોને સંગ્રહ પ્રકાશિત થયો, જે તેમના જ પુનિત કર કમલમાં સમર્પિત કરવામાં આવ્યો. તેમના ઉપદેશથી “અંચલગચ્છ– દિગ્દર્શનનું પ્રકાશન મુલુંડ અંચલગચ્છ સમાજે કર્યું. આ ઈતિહાસ ગ્રંથમાં એમની જ પ્રેરણા તેમજ માર્ગદર્શન હતાં. તેમની નાદુરસ્ત તબિયત હોવા છતાં ગચ્છને શૃંખલાબદ્ધ બૃહદ્ ઈતિહાસ ગ્રંથ પ્રકટ કરવાની તેમણે હામ ભીડી હતી અને એ દ્વારા શાસનસેવા કરવાની સાથે પોતાની ધાર્મિક મહત્તા સિદ્ધ કરી હતી. આવાં અન્ય ગ્રંથરત્નનું પ્રકાશન કરવાની પણ એમને મહેચ્છા હતી. દુર્ભાગે એ સાકાર થાય તે પહેલાં જ સં. ૨૦૨૨ ચિત્ર વદિ અમાસ ને બુધવારે સવારે ૯ વાગે તેઓ મુંબઈમાં કાલધર્મ પામ્યા. એમની ચિર વિદાયથી અંચલગચ્છે પિતાના સમર્થ અને પ્રતિભાસંપન્ન આચાર્યને ગુમાવ્યા, શાસને યશસ્વી આધારસ્તંભ ખોયો ! આચાર્ય ગુણસાગરસૂરિ ૨૬૫૬. દેઢિયાના લાલજી દેવશીની ભાર્યા ધનબાઈની કૂખે સં. ૧૯૬૯ ના મહા સુદ ૨ ને શુક્રવારે જન્મ. મૂલ નામ ગાંગજીભાઈ. બાળપણમાં પં. લાલન, યતિશિષ્ય ટોકરશીભાઈ તથા પં. ભૂરાલાલ કાળીદાસ પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. વિજયક્ષમાભદ્ર તથા પં. પૂજાભાઈ પાસે સિદ્ધહેમ વ્યાકરણનું અધ્યયન કર્યું. તેમણે સં. ૧૯૯૩ ના ચત્ર વદિ ૮ ના દિને દેઢિયામાં દીક્ષા અંગીકાર કરી અને એમનું ગુણસાગરજી નામ રાખવામાં આવ્યું. દાનસાગરજી અને નેમસાગરજીની નિશ્રામાં દીક્ષા થઈ. સં. ૧૯૯૫ ના જેઠ સુદી ૩ ને શનિવારે તેમને જામનગરમાં વડી દીક્ષા પ્રદાન થઈ, અને નીતિસાગરજીના શિષ્ય તરીકે સ્થાપવામાં આવ્યા. ૨૬૫૭. તીવ્ર યાદદાસ્ત તેમજ શીધ્ર ગ્રહણશક્તિને કારણે થોડા સમયમાં જ તેમણે છ કર્મગ્રંથ, ન્યાય, વ્યાકરણ, કાવ્ય વિગેરેનો અભ્યાસ પૂર્ણ કરી સંસ્કૃત કાવ્યમય શ્લોકો અને ગ્રંથો લખ્યા. એમની વતૃત્વ કલી પણ અસરકારક છે. વિદ્યાવ્યાસંગથી તેઓ સં. ૧૯૯૮ ના માધ સુદી ૫ ને ગુરુવારે મેરાઉમાં Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy