________________
૫૯૮
અચલગચ્છ દિગ્દર્શન બીઆમાં ચાતુર્માસ નક્કી કર્યું. રામાણુઆ જિનાલયને સુવર્ણ મહેસવ એમની નિશ્રામાં ઉજવાયો. તે પછી ભૂજ પધાર્યા. સં. ૨૦૦૯ ના ફાગણમાં મહેન્દ્રશ્રી અને પુયપ્રભાશ્રીને ત્યાં વડી દીક્ષા આપી. પછી એકાએક એમની તબિયત કથળી. ગુણસાગરજી સમેત સમુદાયે એમની ઘણું સુશ્રુષા કરી. વૈશાખ સુદી ૧૪ ની પાછલી રાતે શુભધ્યાનપૂર્વક તેઓ ભૂજમાં દેવગતિ પામ્યા. શિષ્ય-પરિવાર
૨૬૨૯. ગૌતમસાગરજીના ગુબંધુઓ ન્યાયસાગર, લાલજી, કલ્યાણજી વિગેરે ગેરજીપણામાં રહ્યા. અહીં તેમણે આપેલી સુવિહિત દીક્ષાની નેંધ પ્રસ્તુત છેઃ સંવત નામ
વિશેષ નોંધ ૧૯૪૯ ઉત્તમસાગરજી મૂલ નામ ઉભાયાભાઈ. ગામ સુથરી, ૩૨ વર્ષની ઉંમરે ભૂજમાં દીક્ષા
લીધી. તેમણે “કચ્છ કેવલનાણું.” રચી. સૌ પ્રથમ સુવિહિત શિષ્ય. ૧૯૪૯ ગુણસાગરજી મૂલ નામ ગોવર ગેલા લખુ. ગામ ચીઆસર. સુથરીમાં દીક્ષા લીધી.
સં. ૧૯૫૪માં નાંગલપુરમાં કાલધર્મ. ૧૯૫૨ પ્રમદસાગરજી મૂલ નામ પૂજા કરી. ગામ નાંગલપુર. ભદ્રેસરમાં ગુણસાગરજી પાસે
દીક્ષા લીધી. મુંદરામાં વડી દીક્ષા. ૧૯૫૮ દયાસાગરજી સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષિત. આષાઢ સુદી ૭ ના દિને જામ
નગરમાં શિષ્ય થયા. સં. ૧૯૬૦ માં ભૂજમાં વડી દીક્ષા. સં. ૧૯૭૩
માં તેરામાં કાલધર્મ. ૧૯૬૫ નીતિસાગરજી કોટડીવા. તેજપાલ લાલજી પિતા. દેવબાઈ માતા. સં. ૧૯૪૧ ના
શ્રાવણ સુદી પના દિને જન્મ. મૂલ નામ નાગજીભાઈ વૈશાખ સુદી ૫ ના દિને સરખેજમાં દીક્ષા, જેઠ સુદી ૩ ના દિને પાલીતાણામાં વડી દીક્ષા. ગુરુની સુંદર ભક્તિ કરી. સં. ૧૯૯૭ ના કાર્તિક સુદી
૭ ને શનિવારે ભૂજમાં દાદર પરથી પડી જતાં કાલધર્મ. દાનસાગરજી વર્તમાન કાલમાં સૌ પ્રથમ આચાર્ય થયા. વિશેષ પરિચય હવે પછી. ૧૯૬૬ મોહનસાગરજી સાભરાઈના. મૂલ નામ મણસી કરસી. માઘ સુદી ૧૩ ના દિને
અમદાવાદમાં દીક્ષા. ચિત્ર વદી ૫ ના દિને ઘાટકોપરમાં વડી દીક્ષા. ૧૯૯૬ ઉમેદસાગરજી ઉનડેઠના. મૂલ નામ ઉમરશી ધપુ. મોહનસાગરજી સાથે દીક્ષા તથા
વડી દીક્ષા. ધર્મસાગરજી બાયડના. મૂલ નામ ધનજી ગેલા જાણી. માઘ સુદી ૧૧ને સોમવારે
ભાંડપમાં દીક્ષા. સં. ૧૯૭૦ ના વૈશાખ સુદી ૩ ને શકે અંજારમાં નીતિસાગરજીના શિષ્ય તરીકે વડી દીક્ષા. અંચલગની પટ્ટાવલી સમેત
ગ્રંથ રચ્યા. સં. ૧૯૯૫ માં મારવાડનાં ગામમાં કાલધર્મ ૧૯૭૧ સુમતિસાગરજી લાયજાના. મૂલ નામ શિવજી વેલજી, માગશર સુદી ૧૧ ના દિને દયા
સાગરજી પાસે માંડવીમાં દીક્ષા.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com