________________
પુન: પ્રસ્થાને ગુરુવારે અષ્ટાહિકા મહોત્સવ. સં. ૧૯૯૪ માં જામનગરમાં ચાતુર્માસ. તેમસાગર તથા ગુણસાગર કચ્છથી પધાર્યા. બીજું એમાનું પણ જામનગરમાં રહ્યા. સં. ૧૯૯૫ ના જેઠ સુદી 2 ને શનિવારે ગુણસાગરને તથા સમતાશ્રીને ત્યાં વડી દીક્ષા અપાઈ. ભૂજમાં મહા સુદી ૧૩ ને ગુરુવારે મનેહરશ્રી અને ધીરશ્રીને દીક્ષા અપાઈ. સં. ૧૯૯૬ માં પાંચે શ્રમણએ જામનગરમાં સાથે ચાતુર્માસ કર્યું. અહીં ગ્રંથ લખાવ્યા. પછી કચ્છમાં વિહાર કર્યો.
૨૬૨૪. એમના ઉપદેશથી ફાગણ સુદી અને મંગળવારે અંજારના સંઘે ભદેસરની યાત્રા કરી. ભૂજમાં માસક્ષમણ રહ્યા. તુંબડીમાં જેઠ સુદી ૧૫ ને ગુરુવારે નરેન્દ્રશ્રીને દીક્ષા આપી. એ વર્ષે ભૂજમાં ચાતુર્માસ. ત્યાં નીતિસાગર કાલધર્મ પામતાં એમને ઘણું લાગી આવ્યું. સં. ૧૯૯૭ના પોષ વદિ ૧૨ ને શુક્રવારે નલીઆના જિનાલયની શતાબ્દી ઉજવાઈ. મહા વદિ ૧૧ ને શુક્રવારે લાલામાં નરેન્દ્રશ્રીને વીડીક્ષા અપાઈ સં. ૧૯૯૮ માં ગોધરામાં ચાતુર્માસ. માંડવીને સંધ વાંદવા આવ્યો. ફાગણ સુદી ૩ને મંગળવારે મુંદરાથી ભદેસરને સંધ નીકળ્યો. લાયજામાં વરસીતપનાં પારણા તથા સુખડની શ્રી વીર પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા એમની નિશ્રામાં થયાં. મોટા આશંબીઆના સંઘ તથા કેરશી વીજપાળ વચ્ચે ચાલતાં ઘર્ષણનું નિવારણ કર્યું. સં. ૧૯૯૯ માં કોરશી વીજપાળના આગ્રહથી ત્યાં જ ચાતુર્માસ રહ્યા.
૨૬૨૫. સં. ૧૯૯૯ ના પોષ વદિ અમાસને બુધવારે સુથરીમાં લબ્ધિશ્રી અને રતનશ્રીને, વરાડી, આમાં મહા સુદી ૧૫ ને શુક્રવારે કાંતિશ્રી અને પ્રધાનશ્રીને દીક્ષા અપાઈ. દેવપુરમાં વૈશાખ સુદી ૧૧ ને શનિવારે જગતશ્રી અને હીરશ્રીને દીક્ષા અપાઈ. સ. ૨૦૦૦ માં નલીઆમાં ભોજરાજ દેશરની જ્ઞાનશાળામાં ચાતુમાંસ. વડસરની યાત્રા કરી. ફાગણ વદિ ૧૫ ને સોમવારે વરાડીઆમાં નેમસાગર સાથે સમાધાન થયું. ત્યાં સં. ૨૦૦૧ ના ચૈત્ર વદિ ૧૧ ને બુધવારે ઉત્તમશ્રીને દીક્ષા અપાઈ. એ વર્ષે નલીઆમાં ચાતુર્માસ. જખૌ તથા સુથરીમાં માસકલ્પ રહ્યા. સં. ૨૦૦૨ માં દેવપુરમાં ચાતુર્માસ. દેશર નેણશીએ કલ્યાણસાગરસૂરિની પ્રતિમા બિરાજિત કરાવી. દેઢીઆમાં માઘ સુદી ૧૦ ને ગુરૂવારે ધર્મશ્રીને દીક્ષા આપી.
૨૬૨૬. પાલીતાણામાં સ્થિરવાસ કરવાની ઈચ્છા થઈ. પરંતુ સુથરીના સંઘની વિનંતિથી સં. ૨૦૦૩ માં ત્યાં ચાતુર્માસ રહ્યા. વૃદ્ધાવસ્થા હાઇને માગશર વદિ ૧ને સોમવારે સંધાડાની સર્વ જવાબદારી ગુણસાગરજીને સોંપી. વૈશાખમાં વિયેન્દ્રસાગરને તથા સં. ૨૦૦૪ના મહા સુદી ૧૦ ને શુક્રવારે સુરીમાં અમરેન્દ્રસાગરને દીક્ષિત કર્યા. સં. ૨૦૦૪–૫ માં સુથરીમાં ચાતુર્માસ. સં. ૨૦૦૫માં ત્યાં ભયંકરસાગરને, મહા વદિ ૬ ના દિને વિદ્યુતપ્રભાશ્રીને, જખૌમાં વૃદ્ધિશ્રીને દીક્ષિત કર્યા. સં. ૨૦૦૬ માં ગોધરામાં ચાતુર્માસ રહ્યા.
૨૬૨૭. એ વર્ષે માગશર સુદીમાં પાલીતાણામાં નિરંજનાશ્રી અને અમરેદ્રશ્રીને દીક્ષિત કર્યા. ફાગણ સુદી પના દિને વિદ્યુતપ્રભાશ્રીની વડી દીક્ષા પ્રસંગે ગિરિવરશ્રી, સુરેન્દ્રને આજ્ઞામાં લીધાં. સુથરીમાં તવસાગરને દીક્ષિત કર્યા. નાના આશંબીઆમાં વૈશાખ વદિ ૩ ના દિને ખીરભદ્રાશ્રીને દીક્ષા આપી. સં. ૨૦૦૭ માં રાયણ જિનાલયના સુવર્ણ મહોત્સવમાં પધાર્યા અને વડી દીક્ષા આપી. આંખે ઝામરવાનું ઓપરેશન કરાવ્યું. સં. ૨૦૦૭ માં પ્રેમસાગરને દીક્ષિત કર્યા અને ગોધરામાં ચાતુર્માસ રહ્યા.
૨૬૨૮. સં. ૨૦૦૮ ના માગશર સુદી ૧૦ના દિને ભુજપુરમાં ગુણોદયશ્રી અને હીરપ્રભાશ્રીને દીક્ષિત ક્ય. ગોધરા તથા બાડાના જિનાલયના સુવર્ણ મહોત્સવ એમની નિશ્રામાં ઉજવાયા, જ્યાં વડી દીક્ષાઓ પણ થઈ. ભોજાયમાં રવિચંદ્રના સંઘાડાનાં પુષ્પાથી આદિ સાધ્વીઓને આજ્ઞામાં લીધાં. અન્ય ગથ્થોનો પ્રચાર વધતાં સં. ૨૦૦૮માં ખાસ ત્યાં ચાતુર્માસ રહી સુંદર પ્રચાર કર્યો. પછી મોટા આસં.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com