SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૯ શ્રી જિનેન્દ્રસાગરસૂરિ (૪) તેરાના જીવરાજ વીરછ પાસુએ સં. ૧૯૪૮ મ. સુ. ૫. સામે શ્રી અજિતનાથ દેરી બંધાવી. (૫) ગોધરાના કલ્યાણજી લાલજી વિધવા દેકાબાઈએ સં. ૧૯૭૮ હૈ. વ. ૬ બુધે શ્રી મુનિસુવ્રત દેરી બંધાવી. (૬) વરાડીઆના મારૂ દેવજી વીશરે સં. ૧૯૬૪ મ. સુ. ૧૩ શનિવારે દેરી બંધાવી. સાંધાણના ખીમજી લખમશી આશારીઆએ સં.૧૯૬૯ ૫. સ. ૫ રવિ. શ્રી મુનિસુવ્રત દેરી બંધાવી. (૮) સુથરીના મેઘજી વિરમની વિધવા વાલબાઈ એ સં.૧૯૫૮ મ.વ. ૫ ગુરુ શ્રી અભિનંદન દેરી બંધાવી. (૯) નલીઆના નાથીબાઈ પુત્ર ખેતશીએ સં. ૧૯૫૧ પો. સુ. માં દેરી બંધાવી. (૧૦) કોઠારાના વશનજી તથા સેજપાલ હીરજીએ સં. ૧૯૫૪ મા. સુ. ૧૦ શુક્ર દેરી બંધાવી. (૧૧) વરાડીઆના મોમાયા ખેરાજ દેધરે સં. ૧૯૫૫ ૨. સુ. ૧ બુધે શ્રી ચંદ્રપ્રભ દેરી બંધાવી. (૧૨) સુથરીના આણંદજી માલશી દંડ કાચીનવાલાએ સં. ૧૯૮૬ માં (૧૧)નો જીર્ણોદ્ધાર કરાવ્યો. (૧૩) કોઠારાના ખીંઅરાજ મેદ્યણ પાલાણીએ સં. ૧૯૫૭ કા. સુ. ૧૩ ગુરુ, શ્રી પાર્શ્વનાથ દેરી બંધાવી. (૧૪) સુથરીના કાયાણું વીરધર રામૈયા ભાર્યા પૂરબાઈએ સં. ૧૯૮૬ માં દોરીનો જીર્ણોદ્ધાર કરાવ્યો. (૧૫) કોઠારાના ઠાકરશી તેજશી પાલાણીએ સં. ૧૯૫૭ ફા. સુ. ૩ ગુરુ. શ્રી અભિનંદન દેરી બંધાવી. (૧૬) સુથરીના પાસુ નરશી કાયાણીએ સં. ૧૯૮૬ માં દામજી ઠાકરશી હસ્તક દેરીને જીર્ણોદ્ધાર કરાવ્યો. (૧૭) પરજાઉના નાગડા બંધુ હીરજી તથા શિવજી ખેતશીએ સં. ૧૯૪૯ મ. સુ. ૧૦ શુક્ર દેરી બંધાવી. (૧૮) સુથરીના પાસુ નરશીની વિધવા કુંવરબાઈએ સં. ૧૯૮૬ માં દેરીને જીર્ણોદ્ધાર કર્યો. (૧૯) કોઠારામાં ખેતશી ગોવિંદજી માણેકે સં. ૧૯૫૧ કા. સુ. ૫ શુકે જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. (૨૦) કોઠારાના ગોવિંદજી નથુએ સં. ૧૯૮૬માં સુથરીના દામજી ઠાકરશી હસ્તક જીર્ણોદ્ધાર કરાવ્યો. (ર૧) નલીઆના હંસરાજ ધનરાજે સં. ૧૯૫૫ મ. સ. ૧૩ બુધે જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. (૨૨) જખૌના રાઘવજી તથા વિરપાર પાસુએ સં. ૧૯૬૬ . સુ. ૧૦ બુધે શ્રી પાર્શ્વનાથ દેરી બંધાવી. ૨૫૮૮. ઉપર્યુક્ત દેવકુલિકાઓ ઉપરાંત આ પ્રમાણે બિંબ પ્રતિષ્ઠાઓ થઈ: (૧) ડુમરાના હીરાચંદ જેઠાભાઈ નરશીએ સં. ૧૯૯૮ ફા. સુ. ૩ (૨) કોઠારાના રાયચંદ શામજી માણેકે સં. ૨૦૦૦ ફા. સુ. ૩ (૩) સુથરીના રતનશી અને મેઘજી કુરશીએ સં. ૧૯૫૮ કા. વ. ૧૦ ગુરુ (૪) ગોધરાના મેઘજી તથા આણંદજી હીરજીએ સં. ૨૦૦૦ જે. સુ. ૨ બુધ (૫) સાંધાણુના ખીમજી ઠાકરશીએ સં. ૨૦૧૨ મા. વ. ૭ બુધ (૬) રાયણના પદમશી પાંચારીઆએ સં. ૨૦૦૧ ૨. સુ. ૩ (૭) તેરાના નરશી મણશીએ સં. ૧૯૯૦ મા. સુ. ૧૫ શુકે (૮) કોઠારાના જીવરાજ નરશી કેશવજીએ સં. ૧૯૫૪ મા. સુ. ૨ શુકે.• ૨૫૮૯. તદુપરાંત આ પ્રમાણે ગિરિરાજ ઉપર પ્રતિષ્ઠા કાર્યો થયાં : ૧) ચોરીવાળાં જિનાલયમાં નલીઆના છેડા પરબત જેતશી ભાર્યા નેણબાઈના પુત્ર જાદવજી, ભારમલ તથા મેઘજીએ બિંબ ભરાવ્યાં. (૨) મોતીશા ટૂકની ૭૨ મી દેરી જખૌના હીરજી ઉકરણે બંધાવી જેમાં નલીઆના હીરજી લુંભા, હસ્તે દેવકાબાઈએ સં. ૧૯૬૭ ચત્ર વ. ૧ શુકે શ્રી પદ્મપ્રભુની પ્રતિષ્ઠા કરાવી. (૩) નલીઆના શામજી ગંગાજર ખાન એ સં. ૧૯૫૦ ફાગણ સુ. ૨ શકે જિનેન્દ્રસાગરસૂરિના ઉપદેશથી જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. (૪) શામળશા ટૂંકમાં ત્રીકમજી વેલજી માલુની ભાર્યા દેવકુંવરના શ્રેયાર્થે ખેતબાઈ તથા માણેકજીએ સં. ૧૯૫ર મા. સુ. ૫ ગુરુવારે શ્રી સંભવનાથની દેવકુલિકા બંધાવી હસ્તીસાગરજી દ્વારા પ્રતિષ્ઠા કરાવી. દેશાવરમાં ધર્મ-પ્રવૃત્તિ ૨૫૯૦. સુથરીના જેઠાભાઈ વિરમે સ. ૯૫૮ માં વિશાળ જમીન ભાડજના સંઘને અર્પણ કરતાં ત્યાં નલીઆના વેરશી માલશીએ સં. ૧૯૬૦ ના આપાઢ સુદી ૫ ના દિને શ્રી વીર ગૃહચૈત્ય બંધાવ્યું. પછી સંઘે શ્રી આદિનાથનું શિખરબંધ જિનાલય બંધાવી સં. ૨૦૦૨ ના જેઠ સુદી ૧૦ ના દિને તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy