SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મુક્તિસાગરસૂરિ પ૩૩ ૨૩૩૫. વીરજી શેઠનાં મૃત્યુ બાદ હરભમશેઠે ધર્મકાર્યો ચાલુ રાખ્યાં. શ્રી અનંતનાથ જિનાલયના વિસ્તૃતીકરણમાં એમને સવિશેષ હિસે હતા. તેમના વખતમાં ટ્રસ્ટ સંબંધક કેટલાક કેસે લડાયા, પરંતુ તેમનાં નેતૃત્વ હેઠળ જ્ઞાતિનું ઐક્ય સુદઢ રહ્યું. તેમની ગરિષ્ઠ કારકિદી દ્વારા તેઓ નરશી નાથા જેવું ઉન્નત સ્થાન પામ્યા. જ્યાં જ્યાં તેમની પેઢીઓ હતી ત્યાં તેમણે ધર્મસ્થાપત્ય રચી નરશી નાથાનું નામ કાયમ રાખ્યું. પારોલામાં તેમણે યતિ જશરાજ અને મુનીમ અરજણ પાસવીરની પ્રેરણાથી સં. ૧૯૧૬માં શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યું. ખાનદેશની ધર્મપ્રવૃત્તિનું એ અગત્યનું કેન્દ્ર બનતાં સં. ૧૯૮૭ માં જિનાલયને યતિ લાલચંદ્રની પ્રેરણાથી શિખરબંધ કરી વૈશાખ સુદી ૭ ને શુક્રવારે તેની પ્રતિષ્ઠા કરવામાં આવી, સં. ૨૦૧૬ માં જિનાલયને શતાબ્દી મહોત્સવ ઉજવાયો. એવી જ રીતે નાચણગાંવમાં તેમણે શ્રી ચંદ્રપ્રભુ જિનાલય બંધાવ્યું. હાલ તેનો જીર્ણોદ્ધાર થતાં નરશી નાથાના ઉલ્લેખવાળા શિલાલેખને કાઢી નાખવામાં આવ્યો છે, તેમજ મૂલનાયક પણ બદલી નાખવામાં આવ્યા છે ! ! પાલીતાણના ઉક્ત ઉપાશ્રયના જીર્ણોદ્ધાર વખતના નરશી નાથાના શિલાલેખનું પણ એમ જ થયું છે ! ૨૩૩૬. હરભમશેઠે સં.૧૯૧૮માં શ્રી નલીઆમાં અષ્ટાપદજીનું સુંદર જિનાલય બંધાવ્યું. પૂરબાઈમાની પ્રેરણાથી તેમણે સં. ૧૯૧૦ ના માગશર સુદી ૫ ને સોમવારે ત્યાં ગૌશાળા, જ્ઞાનભંડાર સ્થાપ્યાં. નલીઆ તેમજ સુથરીનાં જિનાલયને રૂપાનાં કમાડ ચડાવ્યાં, સં. ૧૯૦૫ ના વૈશાખ સુદી ૨ ના દિને નલીઆના જિનાલયો રંગાવ્યાં, તેમની આંગી કરાવી, સિદ્ધગિરિમાં પ્રતિષ્ઠા કરાવી તેમજ જ્ઞાતિમેળો કરી ઘણું ધન ખરચ્યું. જુઓ વીરવસહીના શિલાલેખો. ૨૩૩૭. ઉદેપુરમાં હરભમશેઠે સં. ૧૯૪૮માં શ્રી શીતલનાથ જિનાલય, ધર્મશાળા બંધાવ્યાં. વરાડ અંતર્ગત અમરાવતીમાં જિનાલય, શીરપુરમાં ધર્મશાળા, કુમઠામાં જિનાલય બંધાવ્યાં. સાંધાણુના જિનાલયોમાં તેમણે ઘણો હિસ્સે આપેલ. ધાર્મિક કાર્યોની જેમ સામાજિક કાર્યોમાં પણ ઘણો દ્રવ્ય-વ્યય કર્યો. બાવન ગામોને નિમંત્રી મેળાઓ કર્યા, જ્ઞાતિમાં સુંદર પ્રણાલિકાઓ સ્થાપી; એ વખતે દવાખાનાની સગવડ ન હાઈને ભાતબજારમાં સખાવત આપી દવાખાનું ખોલ્યું જેમાં ડૉ. રજબઅલી અલારખની સેવાઓ પ્રાપ્ત થયેલી. જીવદયાનાં કાર્યોમાં પણ ઘણી રકમ આપી. નરશી નાથાનાં મૃત્યુ બાદ એમના વારસદારોએ આઠ વખત જ્ઞાતિમેળા કર્યા. પૂરામાની અનુમતિથી હરભમશેઠે સં. ૧૯૧૨ ના વૈશાખ વદિ ૨ ના દિને કેશરીઆજીનો મોટો તીર્થ–સંઘ કાઢી ઘણું ધન ખરચ્યું તથા ત્યાં નરશી નાથાનાં નામથી ધર્મશાળા : પણ બંધાવી. ૨૩૩૮. પિતાના જ્ઞાતિબંધુઓ પણ સમયોચિત પરિવર્તને સાધે તે માટે તેમણે ખાસ પ્રયાસો કર્યા. ઉદાહરણર્થે ભાટિયાઓ અને પારસીઓ તે વખતે સુધરેલા ગણાતા, તેમની જેમ દશા જ્ઞાતિ પણ રહેણી-કરણમાં આગળ રહે તે હેતુથી તેમણે મહાજનમાં ઠરાવ કરાવ્યો કે કેઈએ પણ રેશમી આબોટી કે રેશમી સાડી સિવાય મહાજનવાડીમાં જમવા આવવું નહીં, નહીં તો રૂ. પા ને દંડ થશે. ગરીબો રેશમી કપડાં ન વસાવી શકે, તેથી તેમને હરભમશેઠે પિતાને ખર્ચે પૂરાં પાડવાં!! શેઠ નરશી નાથા ચેરિટી ટ્રસ્ટ ૨૩૩૯. વીર શેઠે સં. ૧૯૦૪ ના કારતક સુદી ૮ ને બુધવારે તથા તેવી જ રીતે હરભમશેઠે સં. ૧૯૦૯ ના આસો વદિ ૨ ને શનિવારે કરી આપેલાં લખાણોના આધારે હરભમશેઠની બન્ને પુત્રીઓ દેવકોરબાઈ તથા રતનબાઈએ તા. ૧ લી સપ્ટેમ્બર ૧૮૯૨ ના કરી આપેલાં ટ્રસ્ટ ડીડ મુજબ નરીશઠની Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy