SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ પર અચલગચ્છ દિદશને પાસેથી અપાવે તેને શા. નરસી નાથાવાલે આપે સઈ, એજ ગરાસ મથી આપે સઈ, ને એ ગરાસ શા. નરસી નાથાવાલાને સ્વાધીનમાં રહે સઈ, એ ગરાસ ચંદરકાલ (કાયમ માટે) સુધી કેઈથી વેચાય નઈ એ ગરાસ નાત સમસતનું છે, તે સદાવ્રત એ લેખ પ્રમાણે રેહે સઈ. કલમ ત્રીજી : શ્રી સંઘ સમસતના હુકમથી નરીઆ મધે જાડેજા આશારીઆઇ હોથીજી તથા ઠકરાઈ સમસત શ્રી નરીઆની મેલીને શા. નરસી નાથાના નામનું સદાવ્રત્ત બાંધ્યાં છે તે સદાવ્રતમાંથી એકને લોટ શેર રાા તથા દેકડો જી રોકડો આપે એવી રીતે બે નીબંધ (નિયમ) બાંધ્યો છે તે સદાવ્રત્તના ખરચ સારૂ શા. નરસી નાથાલાલે ગામ શ્રી છાદુર મધે ગરાસ લીધો છે તે ગરાસ સદાવ્રત હેઠે ગરાસ તથા ભેણી (મકાને) જેટલી હોય તેને ગામ શ્રી નરીઆની કરાઈ જાડેજા આશારીઆઇ હેથીજ તથા ભાઈઆત સરવે રપ કરે સઈ ને એ સદાવ્રત હેઠલનું ગરાસ તે માટે ઉબઅ (આઘોપાછા) કરવો નઈ, એ ગરાસની એપત (ઉપજ) જેટલી થાએ તેનું ઉપરે દરબાર શ્રી નરીઆની ઠકરાઈનું ભાભ કેઈ લીએ નઈ. એ સદાવ્રતની જણ તથા ધાન તથા જે કાંઈ વેચાય તથા લેવાય તેનું દાણ તથા તટ લેવો નઈ. એવી રીતે જાડેજા શ્રી આશારીઆઇ હેથીજી તથા એના ભાઈઆત મેલીને લખી આપીઉં છે. (૪) કલમ ચેથી : જે આપણી નાત મધે સગાઈ થાએ તેની રીતની કેરી ૧૦૦ અખરે (અંકે) કેરી એકસો વરનું બાપ આપે સઈ. કદાપી વધારે આપે અથવા કન્યાનું બાપ લીએ તે જણ ૨ (બને) નાત શ્રી સંઘના ગુનેગાર થાએ સઈ એવી રીતે કલમ ૪ ઉપરે લખી છે તે પરમાણે આપણી નાત સરેવે પોતાના સત ધરમથી પારવું સઈ એ લેખ નાત સમસત ભેરી થઈને ૨ દારા (દહાડા) નીવંત (નિવૃત્ત) થઈ એક મતે ઠરાવ્યું છે તે આપણું નાત સમસતને કબુલે છે એ પરમાણે ઉપર લખ્યું છે તે સરવેને પારવું સઈ. એ ઉપર લેખથી આપણી નાત માંહેથી જે કઈ કરે તેને શ્રી વીશ તીર્થંકરની આણ છે તથા શ્રી ગણધરની ગાદી શ્રી મુક્તિસાગરસૂરીની આણ છે. સં. ૧૯૦૦ ના ફાગણ સુદી ૩ શનેઉ. ૧. શા. આણંદ માલુઆણીની સઈ છે. ૧. શા. વીરપર ખીયાણીની સઈ છે. ૧. શા. મેધા હેમાની સઈ છે. ૧ શા. સામંત મુરજીની સઈ છે. ૧. શા. હાલારના માજન સમસતની સઈ દસ્તક શા. લાધા મેઘાણી રેવાસી ખાવડી મધે.” ૨૩૩૩. “મુંબઈને બહારના પારસી લેખક રતનજી ફરામજી જ્ઞાતિશિરોમણીના વિધવા વિવાહ વિષયક વિચારોથી અનભિજ્ઞ હેઈને એમનાં જીવન વૃત્તમાં તેમણે ભારે ગૂંચવાડો કરી દીધો છે. તેમના મતાનુસાર નરશી નાથા વિધવા વિવાહના હિમાયતી હતા, પરંતુ ખરેખરી હકીકત ઉક્ત ઠરાવથી પ્રતીત થાય છે. પ્રતિષ્ઠા કાર્યો ૨૩૩૪. પાલીતાણામાં નરશી નાથાનાં ધર્મસ્થાપત્યમાં ધર્મશાળા તેમ જ શ્રી ચંદ્રપ્રભુનું જિનાલય મુખ્ય છે. સં. ૧૯૦૫ ના માઘ સુદી ૫ ને સેમવારે મુક્તિસાગરસૂરિના ઉપદેશથી ૩૨ જિનબિંબોની પ્રતિષ્ઠા વીરછશેઠે કરાવી, વિશાળ ધર્મશાળા બંધાવી તથા શ્રી ગોડીજી જિનાલય સામેના અચલગચ્છીય ઉપાશ્રયને જીર્ણોદ્ધાર કરાવ્યો. ધર્મશાળામાં પણ શ્રી ચંદ્રપ્રભુ જિનાલય બંધાવ્યું. ત્યાંના શિલાલેખો માટે જુઓ–અં. લેખસંગ્રહ નં. ૩૩૩-૪ વીરછશેઠે નલીઆની વીરવસહીમાં પણ દેવકુલિકાઓ બંધાવી અને પ્રતિષ્ઠા કરાવી. Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy