SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉદયસાગરસૂરિ ૨૧૩૮. જામનગરમાં ઓશવાળ વ્યવહારી શાહ કલ્યાણની પત્ની જયવંતીની કૂખે સં. ૧૭૬૩ ના ત્ર સુદી ૧૩ ના દિને એમનો જન્મ થયે હતે. એમનું પૂર્વાશ્રમનું નામ ગેવર્ધનકુમાર હતું. ૨૧૩૯. ઉપા. જ્ઞાનસાગરજીને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં એમનાં પૂર્વજીવન વિશે ભ્રાત ઉલ્લેખ છે. તેમાં જણાવાયું છે કે શ્રીમાળી જ્ઞાતીય બાવરીઆ વંશીય કાણની ભાર્યા જયવંતીની કુખે સં. ૧૭૬૩ ના ચિત્ર સુદી ૧૩ ના દિને ઉદયચંદ્ર નામે પુત્ર જન્મ્યો. પતિનાં મૃત્યુ બાદ જયવંતીએ બાળકને ઉછેર્યો. એકદા વિદ્યાસાગરસૂરિ વિચરતાં નવાનગરમાં પધાર્યા. તેમની ધર્મદેશના સાંભળીને વૈરાગ્ય પામેલી માતા પિતાના સાત વર્ષના પુત્રને ગુને સમર્પિત કરી દીક્ષા લીધી. સં. ૧૭૭૭ માં વૈશાખ સુદી ૭ ના દિને વાગડના દુધઈ ગામમાં ગુરુએ તેને દીક્ષા આપી તેનું ઉદયસાગર અભિધાન રાખ્યું. સં. ૧૭૮૩ માં ભૂજમાં એમને ઉપાધ્યાય પદ પ્રાપ્ત થયું. એ પછી તેઓ ગુરુ-આજ્ઞાથી ભિન્ન વિચરવા લાગ્યા. ૨૧૪૦. ઉપર્યુક્ત પટ્ટાવલીની બાબતે તદ્દન અસ્વીકાર્ય છે. ઉદયસાગરસૂરિના સહચર શિષ્ય વા. નિત્યલાભ એમને વિશે પ્રમાણભૂત માહિતી આપે છે. વિદ્યાસાગરસૂરિ રાસ માં તેઓ વર્ણવે છે– હાલાર દેશનાં નવાનગરમાં જામ તમાચીના વખતમાં અઢારે વર્ણના લેકે સુખરૂપ રહીને પિતાનાં કામ કરતા હતા. અહીં જૈનોનાં અનેક શિખરબંધ દેરાસર હતાં. ૨૧૪. આ નગરમાં ઓશવાળવંશને કલ્યાણશાહ નામને વ્યાપારી અને તેની જયવંતી નામે સુશીલા પત્ની રહેતાં હતાં. આ દંપતીને ગવર્ધન નામે ગુણવાન અને કાતિવાન પુત્ર હત ઉસ વંશ વડ વ્યવહારીઓ તિહાં વસે સા કલ્યાણ સુકલીણી તસ ભારજા જૈવંતી ગુણ પાણ. ૨૫ કલા ગુણ સુંદર તેહને પુત્ર રતન; લણ બત્રીસે શેભતે નામે તે ગોવર્ધન, દિન દિન વધે દીપતો બીજ તણે જિમ ચંદ; લઘુ વયથી બહુ ચાતુરી જાણે અભિનવ ઈદ. ૨૧૪૨. વિદ્યાસાગરસૂરિ સં. ૧૭૭ માં ભૂજમાં હતા. તે અરસામાં જામનગરથી કલ્યાણશાહ, જ્યવંતી અને કુમાર ગોવર્ધન એ ત્રણે ત્યાં આવ્યાં, અને ગુરુને વંદના કરી. ગુરુએ ઉપદેશ દેતાં ગેવધન કુમારની સામે જોયું. તેના ઉત્તમ સામુદ્રિક લક્ષણો જોઈ ગુરુએ કહ્યું કે–આ બાળકનાં ચિહ્નો એવાં છે કે કાંતો તે કોઈ મોટી પદવી પામશે અથવા તે તે ગચ્છનાયક થશે.” આથી માતપિતાએ પ્રસન્નતાપૂર્વક કહ્યું કે–આ પુત્ર આપને જ વહરાવીએ છીએ, આપ તેને દીક્ષા આપે.' Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy