SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ અચલગચ્છ દિગદર્શન માટી ઉપાડવાને દૂકમ કરેલ. હીરસાગરજીએ તેમ ન કરતાં ઠાકોરે તેમને પકડવા રોનિક મેન્યા, કિન્તુ તેમણે મંત્ર પ્રભાવે સિંહ પ્રકટ કરે છે, જેથી સો નાસી ગયા, ઠાકોરે ક્ષમા યાચી. પટ્ટાવરીનાં ઉલ્લેખ છે કે પશ્ચાતાપ રૂપે ઠાકોરે તળાવની પાળે છત્રીયુક્ત ચેતર કરાવી ગુસ્તી પાદુકા સ્થાપેલી. ગુરુએ તેને માંસ મદિરાનાં પ્રત્યાખ્યાન આપ્યાં. આથી જૈન ધર્મનો મહિમા વૃદ્ધિ પામે. ૨૧૧૩. નગરપારકરના લાલણ જેસાજી સંતતીય શ્રેણી બીમાજીએ એમના ઉપદેશથી લેદ્રવાળને સંઘ કાઢ્યો, જેમાં ૪૦૦ ઊંટ હતા. માર્ગમાં પાણીના અભાવથી સંઘ ત્રાસિત થયો. હીરસાગરજીને સંઘપતિએ વિનતિ કરતાં તેમણે મંત્ર પ્રભાવે જલધારા પ્રકટાવી. ૨૧૧૪. હીરસાગરજીએ ઉપા. દર્શનસાગરજી પાસે ભાષા-પિંગળનો અભ્યાસ કર્યો હતો. તેઓ સારા પદ્યકાર હતા. તેમણે ગુરુનાં વર્ણનરૂપ ચઢાળિયાં પણ રચ્યાં એમ પદાવલીમાં ઉલ્લેખ છે. હીરસાગરજી સં. ૧૭૮૨ ના ચિત્ર સુદી ૩ ના દિને સોજીતરામાં કાલધર્મ પામ્યા. તેમના શિષ્ય સહજસાગરજીએ સં. ૧૮૯૪ને કાર્તિક સુદી ૨ ના દિને ત્યાં રહીને પિતાના ગુરુનું ઉપર્યુક્ત જીવનવૃત્ત લખ્યું. વિજયસાગર, મેઘસાગર અને પ્રીતસાગર ૨૧૧૫. પં. રવિસાગર શિ. દીપસાગરના એ ત્રણે શિષ્યો હતા. વિજયસાગર અને મેઘસાગરે સં. ૧૭૮૩ ના ભાદ્રવ વદિ ૧૨ ને રવિવારે કોઠારામાં “વિદ્યાવિલાસ ચરિત્ર ”ની પ્રત લખી. પ્રીતસાગરે સં. ૧૭૮૨ ના કાર્તિક સુદી ૧૦ ને ગુરુવારે માંડવીમાં મેધરાજકૃત “રાજપ્રશ્નય ઉપાંગ બાલાવબેધ” (સં. ૧૬૭૦)ની પ્રત લખી. ૨૧૧૬. વિજયસાગર સં. ૧૭૯૭માં અંજારમાં ચાતુર્માસ રહ્યા હતા એમ શંભુનાથ કૃત “ગણિતસાર ટિપ્પનની એ વર્ષના ભાદ્રવા સુદી ૮ ને બુધે લખાયેલી પ્રતની પુપિકા દ્વારા જણાય છે. એમના શિષ્યો વિશે પાછળથી ઉલેખ કરીશું. વલ્લભસાગર, ક્ષમાસાગર અને સુંદરસાગર ૨૧૧૭. “વિદ્યાસાગરસૂરિ રાસ ” માં આ ત્રણે શ્રમણોને ઉલેખ આ પ્રમાણે છે: વલ્લભસાગરજીને તેડીઆ રે ક્ષમાસાગર સુપ્રસિદ્ધ) સુંદરસાગરજી પણ આવી રે સહુને રાજી કીધ. આ ત્રણેય શ્રમણે ગચ્છનાયક અમરસાગરસૂરિના હસ્તદીક્ષિત શિષ્યો હતા, અને એમની સાથે જ બહુધા વિચર્યાં હતા. ૨૧૧૮. સં. ૧૭૮૬ ના આ વદિ ૧૨ ને મંગળવારે સુંદરસાગરના શિષ્ય વિમલસાગરે સુરતમાં, મુનિશીલકૃત “શંખેશ્વર પાર્શ્વનાથ છંદ' ની પ્રત લખી. પુપિકામાં સુંદસાગરજીને અમરસાગરસૂરિના શિષ્ય કહ્યા છે. ગુણસાગર, ક્ષીરચંદ્ર શિષ્ય મેઘચંદ્ર ૨૧૧૯. સં. ૧૭૮૫ ના ફાગણ વદિ ૬ ના દિને કોઠારામાં ગુણસાગરે, ૫. ક્ષીરચંદ્રતા શિષ્ય મેધચંદ્રના વાંચનાથે “વૃદ્ધ અતિચાર ” ની પ્રત લખી. મેઘચંદ્ર સં. ૧૭૮૬ ના ચૈત્ર સુદી ૫ને શુક્ર નવાનગરમાં તેજસિંહકત “દષ્ટાંત શતક બાલાવબોધ” ની પ્રત લખી. Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy